Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ન્યુઝીલેન્ડ હુમલાનો બદલો ભારતમાં લેવા તૈયાર આતંકીઓ! દિલ્હી, મુંબઇ અને ગોવામાં એલર્ટ

ગુપ્ત એજન્સીઓએ આતંકી હુમલાનું જાહેર કર્યું એલર્ટ

ગુપ્ત એજન્સીઓએ ગોવા, મુંબઇ અને દિલ્હીમાં અલકાયદા અને આઇએસના ત્રાસવાદીઓ દ્વારા હુમલાની આશંકા વ્યકત કરી છે. ત્યારબાદ સ્થાનિક પોલીસે એલર્ટ જાહેર કર્યું છે.

સૂત્રના જણાવ્યા મુજબ ગુપ્ત એજન્સીઓએ જણાવ્યું છે કે ન્યુઝીલેન્ડ હુમલાનો બદલો લેવાની તૈયારીમાં ત્રાસવાદી હુમલો થઇ શકે છે. જેમાં ભારતમાં યહુદી સ્થળોને નિશાન બનાવાની આશંકા વ્યકત કરાઇ છે.

(4:30 pm IST)