Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

૯૦ કરોડ લોકો માટે પાકી સ્યાહી મંગાવવામાં આવી

૩૩ કરોડમાં ૨૬ લાખ બોટલો ખરીદાઈ છે : ચૂંટણીમાં મતદારની આંગળી પર સ્યાહીનો ઉપયોગ થશે

નવી દિલ્હી, તા. ૨૫ : ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીમાં ૯૦ કરોડ લોકો માટે પાકી સ્યાહી મંગાવવામાં આવી છે. ૩૩ કરોડમાં ૨૬ લાખ બોટલોનો ઉપયોગ કરવામાં આવનાર છે. મતદાન માટેના નિશાન લગાવવા આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવશે. ૨૬ લાખ બોટલોનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આશરે ૯૦ કરોડ લોકો ઉપર તેનો ઉપયોગ કરવામાં આવશે. લોકસભા ચૂંટણી માટે મતદાન ૧૧મી એપ્રિલના દિવસથી શરૂ થશે અને સાત તબક્કામાં ચાલીને ૧૯મી મેના દિવસે પૂર્ણ થશે. ૨૩મી મેના દિવસે મતગણતરી થશે. રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો આ વખતે કિંમત વર્ષ ૨૦૦૯ની સરખામણીમાં ત્રણ ગણી છે. ૨૦૦૯માં સ્યાહીની કિંમત ૧૨ કરોડ રૂપિયા હતી જ્યારે ૨૦૧૪ની સરખામણીમાં આ વખતે સ્યાહીની ૪.૫ લાખ બોટલો વધારે મંગાવવામાં આવી છે. દરેક બોટલમાં ૧૦ મિલિલીટર સ્યાહી હોય છે. એક બોટલથી આશરે ૩૫૦ વોટરો પર નિશાન લગાવવામાં આવે છે. વર્ષ ૨૦૦૪ સુધી મતદાનના નિશાન માટે માત્ર એક ડોટ લગાવવામાં આવે છે. ૨૦૦૬થી ચૂંટણી પંચે આની જગ્યાએ એક લાંબી સીધી લાઈન લગાવવાનો નિર્દેશ આપ્યો હતો જેના લીધે સ્યાહીનો ઉપયોગ વધારે થવા લાગ્યો હતો. દરેક પોલિંગ બૂથમાં બે બોટલો આપવામાં આવે છે. સૌથી વધારે બોટલોનો ઉપયોગ ઉત્તરપ્રદેશમાં કરવામાં આવે છે જ્યા ત્રણ લાખ બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે. લક્ષ્યદ્વીપમાં ૨૦૦ બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે. મૈસુર પેઇન્ટ્સ અને વોર્નિસની બનેલી આ સ્યાહીનો ઉપયોગ પ્રથમ વખત ૧૯૬૨માં કરાયો હતો.

 

(7:18 pm IST)