Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ચિનૂકને ભારતીય વાયુસેનામાં સામેલ કરાશે : પાક. સરહદ પર તૈનાત

દુનિયાના ૧૯ દેશો કરે છે ઉપયોગ : મહત્તમ ઝડપ ૩૧૫ કિમી પ્રતિ કલાક છે

નવી દિલ્હી તા. ૨૫ : આશરે ૧૧ હજાર કિલોગ્રામ સુધીના હથિયાર અને સૈનિકોને સરળતાથી ઉઠાવી શકવામાં સક્ષમ અને સાથે સાથે જ ઉંચાઇ હાંસલ કરી શકનારા અદ્યતન ચિનૂક હેલિકોપ્ટર વિધિવત રીતે ભારતીય લશ્કરને મળશે. તેનો ઉપયોગ પાકિસ્તાની સરહદ પર વાયુસેનાને વધુ શકિતશાળી બનાવવામાં ઉપયોગમાં લેવાશે.

ચંદીગઢમાં એર ચીફ માર્શલ બીએસ ધનોઆના હસ્તે ભારે ક્ષમતા ધરાવતા ચાર ચિનૂક હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને સોંપાશે. મલ્ટિ મિશન હેલિકોપ્ટરને બોઇંગ કંપનીએ બનાવ્યા છે.

ઊંચાઇવાળા હિમાલયી પ્રદેશમાં આ હેલિકોપ્ટર ઘણું ઉપયોગી બની રહેશે. હેલિકોપ્ટર નાના હેલીપેડ અને ઘાટીમાં પણ લેન્ડ કરી શકે છે. દુનિયાના ૧૯ દેશો તેનો ઉપયોગ કરે છે.ઙ્ગ

ભારતે આવા ૧૫ હેલિકોપ્ટર ખરીદવા સોદો કરેલો છે. ચિનૂક હેલિકોપ્ટરનો અમેરિકી વાયુસેના ૧૯૬૨થી જ ઉપયોગ કરી રહી છે. કંપનીએ અત્યાર સુધી કુલ ૧૧૭૯ ચિનૂક હેલિકોપ્ટર બનાવ્યા છે. ખરાબ હવામાનમાં પણ આ હેલિકોપ્ટર ઉડી શકે છે. તેની મહત્તમ ઝડપ ૩૧૫ કિમી પ્રતિ કલાક છે.

(4:29 pm IST)