Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકીઓની ભારે માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો સાથે ધરપકડ

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ : પુછપરછ શરૂ

શ્રીનગર તા. ૨૫ : જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાબળોએ મોટુ ષડયંત્ર નિષ્ફળ કરીને ત્રણ ત્રાસવાદીઓને જમ્મુ-શ્રીનગર હાઇવે પર ધરપકડ કરી લેવામાં આવી છે. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં શ સ્ત્રો જપ્ત કરવામાં આવ્યા. આ ત્રણેય આતંકીઓ જૈશ સાથે સંકળાયેલા હોય તેવું જાણવા મળી રહ્યું છે.

આધિકારિક સૂત્રોના જણાવ્યા મુજબ, એક કારમાં ત્રણ યુવક જઈ રહ્યા હતા. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, ઇનપુટના આધારે શ્રીનગરના બહારના વિસ્તારમાં પરિમપોરાની પાસે આવેલા નાકા પર મારુતિ-૮૦૦ ગાડીને તપાસ માટે રોકવામાં આવી.જેમાં તપાસ દરમ્યાન જૈશના ત્રણ આતંકી શહીદ ભટ્ટ, રઈસ હુર્રાહ, ઇશાક લોનને ભારે શસ્ત્રો સાથે જપ્ત કરવામાં આવ્યા,

પોલીસે જણાવ્યુ કે,આ આતંકીઓની પાસે કારતુસ સહિત અનેક વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા. ત્રણ આતંકીઓની પૂછપરછ હાથ ધરવમાં આવી છે.

(4:20 pm IST)