Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પાકિસ્તાનને એક ગાળ આપનારને હું ૧૦ ગાળ આપીશ : અકબર લોન

ઉંમર અબ્દુલ્લાની સરકારના પૂર્વ મંત્રી નેશનલ કોન્ફરન્સના નેતાનું નિવેદન

શ્રીનગર,તા.૨૫: નેશનલ કોન્ફરન્સના નેતા અને ઉમર અબ્દુલ્લાની સરકારમાં મંત્રી તરીકે રહી ચુકેલા અકબર લોને એક રેલીને  સંબોધતા જણાવ્યુ હતુ કે જે લોકો પાકિસ્તાનને એક ગાળ આપશે તો  હું તેમને ૧૦ ગાળો આપીશ.લોકસભાની ચૂંટણી પહેલા જ નેશનલ  કોન્ફરન્સના આ નેતાએ કરેલા  આ નિવેદનના કારણે હાલ ભારે વિવાદ   થયો છે.

તાજેતરમાં કુપવાડામા એક જનસભાને સંબોધતા અકબર લોને જણાવ્યુ હતુ કે મુસ્લિમ દેશ પાકિસ્તાન આબાદ રહે, અને સતત કામિયાબ રહે. તેમજ અમારી અને તેની દોસ્તી વધુ ગાઢ બને. પાકિસ્તન અને ભારતની દોસ્તી પરસ્પર રહે આવી દોસ્તીનો હું આશિક છુ. પરંતુ જો કોઈ પાકિસ્તાનને એક ગાળ આપશે.તો હુ અહિથી તેને ૧૦ ગાળ આપીશ.અકબર લોનનુ આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોન ઉમર અબ્દુલ્લાની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે રહી ચુક્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની સ્થિતી ચાલી રહી છે ત્યારે જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા અને પીડીપીના નેતા મહેબુબા મુફતીએ પાકિસ્તાનને શાંતિ સંબધ જાળવવા અપીલ કરી હતી. અને આ વખતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયુ છે.ત્યારે જ નેશનલ કોન્ફરન્સના નેતા તરફથી કરવામા આવેલા આ નિવેદનથી નવો વિવાદ ઉબો થાય અને તેની અસર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પર પણ પડી શકે તેમ છે. તેમના આ નિવેદનથી હાલ જમ્મુ-કાશ્મીરના રાજકારણમા ભારે ગરમાવો આવી ગયો છે. ૧૧મીએ આ રાજયમંા પહેલા તબકકાનુ મતદાન થશે તેથી લોનના આવા નિવેદનની તેના પર અસર પડે તેવી શકયતા છે.(૯.૭)

(4:18 pm IST)