Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વિરોધીઓને 'ગાંડા' કહેવાનું બંધ કરે રાજનેતાઓ

મનોચિકિત્સકોએ ચૂંટણી પંચને લખ્યો પત્ર : રાજનેતાઓને શાબ્દિક વર્તન સુધારવાના આદેશ આપવાનું કહ્યું

હૈદરાબાદ તા. ૨૫ : લોકસભા ચૂંટણીની તેજ ગરમાગરમી વધતાની સાથેજ નેતાઓ વચ્ચે જુબાની જંગ તેજીથી વધી રહ્યો છે. છેલ્લા થોડાક સમયથી વિરોધીઓ માટે નેતાઓના શબ્દગત વર્તાવને ધ્યાનમાં રાખીને ભારતીય મનોચિકિત્સક સોસાયટીએ ભારતીય ચૂંટણી પંચને અપીલ કરી છે કે તે રાજનેતાઓને આદેશ આપે કે ચૂંટણી પ્રચાર દરમ્યાન તેઓ તેમના વિરોધીઓને ભાષણમાં 'ગાંડા' શબ્દોનો ઉપયોગ કરે નહી. આઇપીએસે આવા શબ્દોના ઉપયોગને 'અપમાનજનક' અને 'અમાનવીય' ગણાવ્યો છે.

ઙ્ગ ભારતીય ચૂંટણી પંચનેઙ્ગ એક પત્રમાં આઈપીએસના ચેરપર્સન ડો.બીએન રવીશ અને કો-ચેરપર્સન ડો. સુરેશ બાડાએ કહ્યું છે કે તેમના વિરોધીઓ માટે રાજનેતાઓ દ્વારા ઉપયોગ થતા 'ગાંડા' શબ્દ માનસિક વિકારો સાથે જોડાયેલા લોકો અંતે ભેદભાવપૂર્ણ, અમાનવીય અને અપમાનજનક છે. આઇપીએસ કહ્યું કે રાજનીતિ અથવા સામાજિક જવાબદારી સાથે જોડાયેલા લોકો માનસિક અસ્થિર, પાગલ,શબ્દનો ઉપયોગ કરે નહી.

આઈપીએસે પત્રમાં લખ્યું કે નેતા તરીકે એવા લોકોની પાસે એક મોટી જવાબદારી હોય છે. તેના નીવેદન સોશ્યિલ મીડિયા સહિત પ્રિન્ટ અને વિઝયુઅલ મીડિયા દ્વારા કવર કરવામાં આવે છે. સંસ્થાએ ચૂંટણી પંચને રાજનેતાઓ દ્વારા આ સંબધે સાવધાની રાખવાનું કહેવામા આવ્યું છે.

(3:40 pm IST)