Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ચોકીદાર ફક્ત અમીરોની ડ્યુટી કરે છે ગરીબોની તેમને પરવાહ નથી :પ્રિયંકા ગાંધીના પીએમ મોદી પર પ્રહાર

શેરડીના ખેડૂતોને વળતર નહિ મળવા અંગેની એક રિપોર્ટ ટ્વીટ કર્યું

નવી દિલ્હી :કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર યુપીની સરકાર પર હુમલો કર્યો હતો

  આ ટ્વીટમાં પ્રિયંકાએ ઉત્તરપ્રદેશના શેરડીના ખેડૂતોના બાકીના વળતરની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે વડા પ્રધાન  મોદીના 'હું પણ એક ચોકીદાર' ઝુંબેશ પર તેમને ટીકા કરી છે
    પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતોને વળતર નહિ મળવા અંગેની એક રિપોર્ટ ટ્વીટર પર શેર કરી. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી આ ટ્વીટમાં માં લખ્યું છે કે 'શેરડીના ખેડૂતોના પરિવારો દિવસ રાત સખત મહેનત કરે છે. પરંતુ યુપી સરકાર તેમની ચુકવણી માટે જવાબદારી લેતી નથી. ખેડૂતોના 10000 કરોડ બાળકોના શિક્ષણ, ખોરાક, આરોગ્ય અને આગળનો પાક બધું જ ઠપ થઇ જાય છે. અહીં ચોકીદાર ફક્ત અમીરોની ડ્યુટી કરે છે, ગરીબોની તેમને પરવાહ નથી.
(12:22 pm IST)