Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ચૂંટણીમાં કોઈપણ રાષ્ટ્રીય પાર્ટીને પૂર્ણ બહુમત નહિ મળે :નવીન પટનાયક

કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ ભાજપ પોતાનું વચન ભૂલી ગઈ

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આગામી લોકસભા ચૂંટણી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. નવીન પટનાયકે દાવો કર્યો છે કે આ વખતે ચૂંટણીમાં કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી પૂર્ણ બહુમત નહિ મેળવે.

  એક ચૂંટણી જનસભાને સંબોધિત કરીને પટનાયકે કહ્યુ કે દરેક મોરચે ઓડિશાને કેન્દ્રએ નજરઅંદાજ કર્યુ છે. આ સાથે નવીન પટનાયકે દાવો કર્યો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં તેમનો પક્ષ મજબૂત પક્ષ તરીકે ઉભરશે અને કેન્દ્રમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

   પટનાયકે કેન્દ્ર સરકાર પર ઓડિશાને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે કેન્દ્ર આંધ્રપ્રદેશ, છત્તીસગઢની મદદ કરે છે પરંતુ ઓડિશાને નજર અંદાજ કરે છે. તેમણે ભાજપની આગેવાનીમાં કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યુ કે સરકારે રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે વચન આપ્યુ હતુ કે તે રાજ્યને વિશેષ દરજ્જો આપશે પરંતુ કેન્દ્ર સરકાર બનાવ્યા બાદ ભાજપ પોતાનું વચન ભૂલી ગઈ

(12:17 pm IST)
  • ગોંડલ નજીક ખીમોરી તળાવ પાસેથી મૃત હાલતમાં નવજાત શીશુ મળ્યું : મૃતક નવજાત શીશુ હાથપગનો ભાગ જનાવરોએ ફાડી ખાધેલ હાલતમાં મળી આવ્યું.:મૃતક નવજાત શીશુને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લભાઈ રાજ્યગુરૂ અને કિશોરભાઈ બાવળિયા એ ગોંડલ સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યું : ગોંડલ તાલુકા પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી access_time 12:18 am IST

  • છોકરીઓની સુરક્ષા માટે મુંબઈ મડીકલ કોલેજનો ફતવો :છોકરીઓએ સ્કર્ટ જેવા ટૂંકા વસ્ત્રો નહિ પહેરવા: મુંબઈની જેજે હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા પોતાની વિદ્યાર્થીનીઓ માટે ફરમાન જાહેર કર્યું : આ ફતવામાં સ્કર્ટ જેવા ટૂંકા વસ્ત્રો પર પાબંદીની વાત કહેવાઈ :હોબાળો થતા કોલેજ દ્વારા ખુલાસો પણ કરાયો હતો access_time 12:35 am IST

  • નીતિ આયોગના ઉપાધ્યક્ષએ કહ્યું રાહુલ ગાંધીની યોજના ચાંદને જમીન પર લાવવા જેવી :રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ સતામાં આવશે તો દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોને વાર્ષિક 72,000 રૂપિયા લઘુતમ આવક ઉપલબ્ધ કરાવશું :નીતિ આયોગના ઉપાધ્યક્ષ રજઇવકુમારે આ યોજના પર સવાલ ઉઠાવ્યા હતા access_time 12:15 am IST