Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

બીજેપી દક્ષિણી રાજયમાં કોઈ સિનિયર નેતાને મેદાનમાં ઉતારશે તે ઈરાની જ હોય શકે

અમેઠી બાદ વાયનાડમાં પણ રાહુલને ટક્કર આપશે સ્મૃતિ ઈરાની?

નવી દિલ્હી તા. ૨૫ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી સીટ સિવાય કેરળની વાયનાડ સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની નેતા સ્મૃતિ ઇરાની પણ રાહુલની સીમે અમેઠીની સાથો સાથ વાયનાડમાં પણ પડકાર ફેંકી શકે છે. સૂત્રોનું માનીએ તો ભાજપ દક્ષિણ રાજયમાં કોઇ સિનિયર નેતાને ઉતારી શકે છે અને શકય છે કે તે નતા ઇરાની જ હોય.

ભાજપ અને બીજેડીએસ (ભારત ધર્મ જન સેના) આ વખતે ગંભીરતાથી વિચાર કરી રહી છે. બંને એ ચર્ચામાં છે કે જો રાહુલ વાયનાડથી ચૂંટણી લડે છે તો ગઠબંધન પણ ત્યાં કોઇ મોટું નામ મેદાનમાં ઉતારે. બીજેડીએસ નેતૃત્વ અંગે કહ્યું છે કે આ સીટ પરથી ભાજપ ચૂંટણી લડશે. રાજય ભાજપ અધ્યક્ષ શ્રીધરન પિલ્લાઇ એ કહ્યું કે જો કોંગ્રેસ આ સીટને ફાઇનલ કરે છે તો વાયનાડમાં સીરિયસ લડાઇ થશે. પાર્ટીના કોઇ સિનિયર નેતા અહીંથી લડશે.

પાર્ટીમાં તેને લઇ કેટલાંય નામો પર ચર્ચા થઇ રહી છે. રાહુલની ચૂંટણી લડવાની જાહેરાત બાદ ટોચના નેતાઓ આ અંગે આખરી નિર્ણય કરશે. ભાજપના મહાસચિવ જેઆર પદ્મકુમારે કહ્યું કે આ નિર્ણય AICC (અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ)ના એલાન બાદ કરાશે. બીજેડીએસ એ નિર્ણય કર્યો છે કે મંગળવારના રોજ ઉમેદવારોના નામની જાહેરાત કરાશે. આની પહેલાં અમે AICCની જાહેરાત થવાની આશા વ્યકત કરી રહ્યાં છે.

(11:42 am IST)