Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વ્હોટસએપના ૮૭ હજાર ગૃપો મતદારો પર કરશે અસર

ભારતમાં દરેક વયના લોકો વોટસએપ અને ફેસબુક વાપરે છેઃ ૪૦ કરોડથી વધારે સ્માર્ટ ફોન યુઝર્સ છે ભારતમાં

નવી દિલ્હી, તા.૨પઃ આ લોકસભા ચુટણીમાં વોટસએપ રાજકીય મેસેજ દ્વારા લાખો લોકોને પ્રભાવિત કરશે. વોટસ એપર પર ૮૭ હજારથી વધારે એવા ગૃપ છે, જેના પર રાજકીય મેસેજનું આદાનપ્રદાન થાય છે.

હોંગકોંગથી કાઉન્ટર પોઇન્ટ રીસર્ચના સહાયક નિર્દેશક તરૂણ પાઠકે જણાવ્યુ કે ૨૦૧૬ના અંત સુધી ભારતમાં લગભગ ૨૮થી ૩૦ કરોડ સ્માર્ટફોન યુઝર હતા. આજ, તેની સંખ્યા ૪૦ કરોડને પાર કરી ગઇ છે. દરેક વયના લોકો વોટસએપ વાપરે છે એટલે એમ કરી શકાય કે ફેસબુકની માલિકીવાળા આ મેચની પહોંચ ૩૦ કરોડથી વધારે ભારતીય લોકો સુધી છે.

સોશ્યલ મીડીયા વિશેષજ્ઞ અનુપ મિશ્રાએ કહ્યું, 'મતદારોને પ્રભાવિત કરવાના ઉદેશથી ૮૭ હજારથી વધારે ગૃપો વોટસએપ પર સક્રિય છે. ચુંટણીની આ મોસમમાં વિવિધ સરકારી નીતિઓ અંગેના નકલી આંકડાઓથી માંડીને સ્થાનિક હિંસાને ઉગ્ર બનાવતા સમાચારો રાજકીય સમાચારોને તોડી મરોડીને રજુ કરવા, કૌભાંડ, ઐતિહાસિક માન્યતાઓ, દેશભકિત અને હિન્દુ રાષ્ટ્રવાદનો પ્રચાર આ વખતે વોટસએપ પર ભરમાર રહેશે.

ખોટા સમાચારો પર અંકુશ મુકવાની જરૂરીયાત સમજીને વોટસએપએ ટીવી, રેડીયો અને ડીઝીટલ મંચ પર ખોટા સમાચારોના જોખમ વિશે જાગૃત કરતા કાર્યક્રમોથી માંડીને ઘણી પહેલ શરૂ કરી છે. ખોટા સમાચારની ભાળ મેળવવા માટે ટ્રેનીંગ આપવા માટે નૈસકોમ ફાઉન્ડેશન સાથે સમજૂતી પણ કરાઇ છે.

(11:31 am IST)