Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

આઇપીએલ મેચઃ સટ્ટાબજારમાં તેજીઃ મોટા પાયે સટ્ટો રમાશે

IPL અને વર્લ્ડકપમાં સિમકાર્ડના વેચાણમાં અધધ... ઉછાળોઃ બુકીઓ સટ્ટોડિયાઓને ૧૦ થી ૧૫ હજારમાં એક સોફટવેર આપે છે

મુંબઇ તા.રપઃ લોકસભાની ચૂંટણીના ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચો શરૂ થતા઼ જ સટ્ટા બજારમાં પણ તેજી આવી ગઇ છે. રાજ્યના મોટાગજાના બુકીઓએ હોટલો અને ફાર્મ હાઉસો બુક કરાવી તથા મકાનો ભાડે રાખી ક્રિકેટ સટ્ટા બેટીંગનો ગોરખધંધો શરૂ કરી દીધો છે. જાણકારોનું માનીએ તો પોલીસ ભલે ગમે તેટલી ભીંસ વધારે તેમ છતાં આઇપીએલમાં હજારો કરોડ રૂપિયાનો સટ્ટા રમાવાનો છે.

બુકીઓ સટ્ટોડિયાઓને ૧૦ થી ૧૫ હજારમાં એક સોફટવેર આપે છે. સોફટવેર લેપટોપમાં ડાઉનલોડ કર્યા બાદ તેમાં પાસવર્ડ આપવાનો હોય છે. તે પછી એકાઉન્ટમાં જેટલા પૈસા જમા કરાવો, તેટલા રૂપિયાનો જ સટ્ટો રમી શકાય છે.

મેચ પુરી થયાના ગણતરીના કલાકોમાં એકાઉન્ટમાં રૂપિયા જમા -ઉધાર કરાય છે. મોટાભાગના નામચીન બુકીઓ અને સટ્ટોડિયાઓ પોતાના શહેરમાંથી અને પોતાના નામે સીમકાર્ડ મેળવતા નથી. સીયુજી કાર્ડ મેળવવા માટે બુકીઓ કાગળ પર પોતાની કંપનીઓ ઉભી કરે છે. ત્યારબાદ બલ્કમાં સીમકાર્ડ મેળવી લે છે.(૧.૨)

ઊંઝા, વિસનગર અને ગોધરા કુખ્યાત

રાજ્યમાં કોઇપણ જગ્યાએ સટ્ટા બજારનું નેટવર્ક પકડાય તો તેનું કનેકશન મોટાભાગે મહેસાણા જિલ્લાના ઊંઝા, વિસનગર તેમજ પંચમહાલના ગોધરાનું નિકળે છે. અગાઉ અનેકવાર પોલીસ તપાસમાં પણ આ જિલ્લાના નામચીન બુકીઓના નામ ખુલ્યા છે. ખાસ કરીને વડોદરા શહેર-જિલ્લાના સટ્ટોડિયાઓ આ લાઇન પર વધારે સટ્ટો કપાવે છે.

(10:10 am IST)