Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રાજ બબ્બર વિજય માટે હનુમાનજીના શરણમાં: લેખિતમાં અરજી આપીઃ ભગવાનના કાનમાં જણાવી મનોકામના

ઉત્તર પ્રદેશના ફતેહપુર સિકરી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા રાજ બબ્બર ગઈકાલે સવારે અચાનક ગ્વાલીયર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રામબાગ કોલોનીમાં આવેલા સંકટ મોચન હનુમાનજી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. હનુમાનજીની પરિક્રમા કર્યા બાદ લોકસભાની ચૂંટણીમાં પોતાના વિજય માટે ભગવાનને લેખિતમાં અરજી આપી હતી અને હનુમાનજીના કાનમાં પોતાની મનોકામના જણાવી હતી. તેમણે મંદિરમાં પૂજા પણ કરાવી હતી. આ મંદિરમાં હનુમાનજીની ઉત્તરમુખી પ્રતિમા છે. રાજ બબ્બર અહીં ૨૦૦૯માં આવ્યા હતા તે પછી તેમનો વિજય થયો હતો.

(10:06 am IST)