Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

આફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના

 માલી : આફ્રિકાના સહારાના રણ નજીક આવેલ માલી ખાતે બંદૂકબાજોએ બેફામ ગોળીબાર કરી મધ્ય માલીમાં 134 પેઉલ્હ લોકો ને મારી નાખ્યાનું ત્યાંના મેયર એ જાહેર કર્યું છે. આ વિસ્તાર જાતિય અને જેહાદી હિંસાથી ત્રસ્ત છે. ગયા વર્ષે પણ અહીં સેંકડો નાગરિકો માર્યા ગયા હતા. 

 શનિવારે ૪ વાગે પરંપરાગત જોજો હન્ટર નો ડ્રેસ પહેરી શસ્ત્ર લોકોના ટોળાએ  ઓઞોસ્સુઞૌ ગામને ઘેરી લઇ હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 134 મૃતદેહો મળી આવ્યા છે. 

 નજીકના ફુલાની ગામમાં પણ હુમલો થયો છે અને ત્યાં પણ અનેક લોકો માર્યા ગયા છે, જેનો આંકડો જાણવા મળતો નથી. આ જિહાદી ગ્રુપ અલકાયદા અને આઈએસ સાથે જોડાયેલ હોવાનું મનાય છે. 

 આ વિસ્તારમાં ફ્રાન્સના ૪૫૦૦ જવાનો અને અમેરિકાના પણ સેંકડો જવાનો ખડે પગે રખાયા છે.

(12:44 am IST)