Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

જેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું

ગૃહમંત્રાલયની મંજૂરી બાદ મરિયમ કોટ લખપત જેલમાં શરીફને મળવા પહોંચી

નવી દિલ્હી :પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની કીડનીની બિમારીનાં કારણે જેલમાં હાલત બગડી છે તેના પરિવારે તેમની સાથે મુલાકાત કરી હતી. તેમના સ્વાસ્થય પર ચિંતા વ્યક્ત કરી હતી. ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન અખબારમાંપ્રકાશિત  સમાચાર મુજબ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) સુપ્રીમોની પુત્રી મરિયમ નવાઝે દેશનાં ગૃહમંત્રાલય પાસે અનુમતી બાદ કોટ લખપત જેલમાં શરીફના ખાનગી ડોક્ટર્સ આદન ખાન સાથે તેમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ મરિયમે તેમની કથળી રહેલી બિમારી અંગે ટ્વીટ કર્યું. 

શરીફ (69) ગત્ત વર્ષે ડિસેમ્બરથી જ જેલમાં બંધ છે. તેઓ અલ અજીજિયા સ્ટી મિલ ગોટાળા મુદ્દે સાત વર્ષ કેદમાં સજા કાપી રહી છે. પોતાનાં પિતાને મળ્યા બાદ મરિયમે ટ્વીટ કર્યું કે, તેની કિડનીની બિમારી ત્રીજા તબક્કા પર પહોંચી ગઇ છે અને તેની બાહમાં દુખાનો થઇ રહ્યો છે. મરિયમે ટ્વીટ કર્યું કે, કાલે લોહીની તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમનું ક્રિટનિન સ્તર વધી રહ્યું છે, જેનો અર્થ છે તેમની કિડનીની સ્થિતી ખરાબ થઇ ચુકી છે. 

(12:00 am IST)