Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

બક્સના સાંસદ અશ્વિની ચૌબે સાથેના ખટરાગના કારણે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેનને ટિકિટ નહીં !!

શાહનવાઝ કહ્યું જેડીયુ સાથે સીટ વહેંચણીની ફોર્મ્યુલાને કારણે મને ટિકિટ આપી નથી

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેનની ટિકિટ કપાતા ભારે ચર્ચા જાગી છે શાહનવાઝ હુસેન પણ પાર્ટીથી નારાજ થયા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, નીતિશ કુમારની પાર્ટી જેડીયુના કારણ મારી ટિકિટ કાપવામાં આવી છે. બિહારમાં એનડીએમાં બેઠક વેચણીના ફોર્મુલાના કારણે પાર્ટીએ મને ટિકિટ આપી નથી.

  તેમણે વધુમાં કહ્યુ કે, આ વખતે હુ ભાગલપુરથી ચૂંટણી નથી લડવાનો. પરંતુ જે ઉમેદવારનો ટિકિટ આપવામાં આવી છે તેમને જીતાડવા માટે મહેનત કરવામાં આવશે.

      જોકે જાણકાર સૂત્રોના માનવા મુજબ શાહનાવઝ હુસેન અને બક્સના સાંસદ અશ્વિની ચૌબે વચ્ચે ખટરાગના કારણે પાર્ટીએ શાહનવાઝ હુસેનને ટિકિટ આપી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે  2014માં મોદી લહેર હોવા છતા શાહવનાઝ હુસેન બિહારની ભાગલપુર બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.

(12:00 am IST)
  • જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબિલ પટેલની રિમાન્ડ વધી : કચ્છ ભાજપના ધુરંધર ગજાના નેતા જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરવાના કેસમાં આરોપી છબીલ પટેલની રિમાન્ડ કોર્ટે લંબાવી આપી છે. છબીલ પટેલ પણ ભાજપના જ એક પૂર્વ ધારાસભ્ય છે. access_time 12:15 am IST

  • કમલ હાસનની મોટી જાહેરાત :લોકસભા ચૂંટણી નહિ લડવા કર્યું એલાન :કહ્યું માટે હજુ ઘણું કામ કરવું છે :જાણીતા અભિનેતા અને મક્કલ નિધિ મય્યમ પાર્ટીના નેતા કમલ હાસને લોકસભા ચૂંટણી નહીં લડવા નિર્ણંય કર્યો :લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા પેટા ચૂંટણી પણ નહિ લડવા જાહેરાત કરી access_time 1:46 am IST

  • આવકવેરા ખાતું ટૂંક સમયમાં કલમ 133 સી હેઠળ વધુ એક નોટિસોનો મારો ચલાવી રહ્યાનું જાણવા મળે છે : ટૂંક સમયની અંદર ડેટા એનાલિટિક્સ પર આધારિત આ નવી નોટિસોનો ધમધમાટ શરૂ થઇ જશે તેમ આધારભૂત સૂત્રોના હવાલાથી જાણવા મળે છે. access_time 12:33 am IST