Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઝારખંડમાં મહાગઠબંધન રચાયું :કોંગ્રેસ સાત,જેએમએમ ચાર, અને જેવીએમ બે બેઠક લડશે :પલામુ સીટ આરજેડી માટે છોડાઈ

રાજ્યની 14 લોકસભા સીટ માટે મહાગઠબંધન 13 બેઠક પર સયુંકત રીતે લડશે

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો સોગઠાં ગોઠવી રહ્યાં છે દરેક રાજ્યમાં ભાજપ-કોંગ્રેસે પોતાની રીતે સોગઠા ગોઠવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કરતા મહાગઠબંધનની રાજનિતી તેજ બની છે.

    લોકસભા બેઠક માટે ઝારખંડમાં પણ ભાજપ સામે મહાગઠબંધન થયું છે. અહીં ઝારખંડ મુક્તિ મોર્ચા, ઝારખંડ વિકાસ મોર્ચા અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણી પર સમજૂતી સધાઇ છે. ત્રણેય પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને મહાગઠબંધનનું એલાન કર્યું છે  સમજૂતી મુજબ ઝારખંડની 14 લોકસભા બેઠકમાંથી આ મહાગઠબંધન 13 બેઠક પર સંયુક્ત રીતે ચૂંટણી લડશે.

    ઝારખંડની 14 લોકસભા સીટો પરથી કોંગ્રેસ સાત બેઠક પર, જેએમએમ(JMM) ચાર બેઠક પર અને જેવીએમ(JVM) બે બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. ગઠબંધનમાં આરજેડી(RJD) માટે પલામૂ બેઠક છોડવામાં આવી છે. આ બેઠક પર મહાગઠબંધન કોઇ ઉમેદવાર નહીં ઉતારે, અને આરજેડીના ઉમેદવારનું સમર્થન કરશે

   ઝારખંડમાં ભાજપે પોતાના 10 ઉમેદવારોનું એલાન કર્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 14 બેઠકમાંથી 12 બેઠક પર કબ્જો કરવામાં સફળ રહ્યું હતુ.

(12:00 am IST)