Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

અભિનેત્રી પૂજા ડડવાલની મદદે સલમાન ખાનઃ પૂજા ઠીક થઇ જશે તેવો આશાવાદ વ્યકત કર્યોઃ ટીમ સંપર્કમાં હોવાનુ પ્ણ જણાવ્યું

અભિનેત્રી પૂજા ડડવાલની મદદે સલમાન ખાન આવી ગયો છે. સલમાન ખાને પ્રેસ કોન્ફરન્સમાં તે ઠીક થઇ જશે તેવો આશાવાદ વ્યકત કર્યો. તેની ટીમ પૂજાના સંપર્કમાં. પૂજા ડડવાલ વર્ષ 1995માં ફિલ્મ 'વીરગતિ'માં સલમાન ખાન સાથે કામ કરી ચુકી છે. પૂજા ડડવાલ ટીબીની બીમારીથી પીડિત છે. અભિનેત્રી પાસે ઇલાજ માટે પૈસા નથી. અભિનેત્રીએ તાજેતરમાં સલમાન ખાન પાસે મદદની અપીલ કરી હતી. સલમાન ખાને કહ્યું કે, તે વિશે નહોતો જાણતો. સલમાને કહ્યું કે તેની ટીમ પૂજાનાં સંપર્કમાં છે. સલમાન ખાનને પુણેમાં -બેંગ ટૂરને લઇને યોજાયેલી કૉન્ફરન્સમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો. વિશે સલમાને કહ્યું કે, "તે મારી કૉ-સ્ટાર નહી, અતુલની કૉ-સ્ટાર હતી. દુ:ખની વાત છે. હું વિશે નહોતો જાણતો, પરંતુ મારી ટીમ તેમના સંપર્કમાં છે. તે ઠીક થઇ જશે."

પૂજા ડડવાલે જણાવ્યું હતું કે તેને છેલ્લા 6 મહિનાથી ટીબી છે. આ બીમારીની જાણ થતા જ તેણે સલમાન ખાન સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ સલમાન સાથે તેનો સંપર્ક નહોતો થઇ શક્યો. ઉલ્લેખનીય છે કે પૂજાની બીમારી વિશે જાણ થતા જ તેની સાથે કામ કરી ચુકેલા ભોજપુરી એક્ટર રવિ કિશનમદદે આવ્યા હતા. તેમણે પોતાના સહયોગી દ્વારા પૂજા પાસે ફળ અને પૈસા મોકલાવ્યા હતા.

(12:54 am IST)