Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

પૂર્વ ધારાસભ્ય માહિપતસિંહ જાડેજા સહિત 3 અજાણ્યા શખશોનો IFS અધિકારીઓ પર ખૂની હુમલો : કલમ ૩૦૭ હેઠળ નોંધાઈ ફરિયાદ : પોલીસ આવી હરકતમાં : મોડી રાત્રે રાજકોટ પોલીસ કમિશનરે યોજી પ્રેસ કોન્ફરન્સ

 રાજકોટ : શનિવારે બપોર ગીરમાં ટ્રેનિંગ પુરી કરીને પરત ફરી રહેલ IFS (ઇન્ડીયન ફોરેસ્ટ સર્વિસ)નાં અધિકારીઓની બસ ગોંડલના રિબડા પાસે ડીઝલ પુરાવા ઉભી રહેલ. આ દરમ્યાન બસમાં રહેલ અમુક અધિકારીઓ લઘુશંકા અને ધુમ્રપાન કરવા બસની નીચે ઉતરેલ, અને ત્યાં તેમની પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સાથે લઘુશંકા અને ધુમ્રેપાન કરવા બાબતે માથાકુટ થતા, મહિપતસિંહે અધિકારીઓ પર ધોકાવાડી કરી હતી. આ દરમ્યાન બીજા ઓફિસરો, આ બ્બાલની જાન થતા, સ્થળે પર આવતાજ કોઈ અજાણ્યા શખ્શે તે અધિકારીઓ પર સ્કોર્પિયો ગાડીથી તેમને કચડવાની કોશીશ કરી હતી, જેમાં 3 થી 4 અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ બનાવ બન્યા બાદ આજે મોડી સાંજે ઘાયલ થયેલ એક IFS અધિકારી વીપીન કુમારસિંઘે ગોંડલ તાલુકા પોલીસમાં કલમ 307 હેઠળ પૂર્વ ધારાસભ્ય માહિપતસિંહ જાડેજા સહિત 3 અજાણ્યા શખશો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાએલ. 

આ સમગ્ર ઘટના બાદ પોલીસ તરતજ હરકતમાં આવી ગયેલ અને અત્યારે મોડી રાત્રે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ અને તેમના મળતીયાઓને પકડી પાડવા રિબડામાં તેમના આવસ પર ચોકસાઈ પૂર્વકની રેડ પડવાની તૈયારી કરતી હોવાના અહેવાલ આધારભૂત સૂત્રો થકી જાણવા મળી રહેલ છે. આ બાબતે રાજકોટ પોલીસ કમિશનરે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(12:54 am IST)