Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ચીનના કોઇપણ પ્રયાસથી અન્ય એક ડોકલામ જેવી સ્થિત ઉભી થઇ શકે છે – ભારત

ડોકલામ : ચીનમાં ભારતના રાજદૂત ગૌતમ બંબાવલેએ જણાવ્યું  છે કે ચીનના કોઈપણ પ્રયાસથી અન્ય એક ડોકલામ જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. તેમણે સાથે પણ જણાવ્યું કે આવી ઘટનાઓથી બચવા માટેનો ઉપાય સ્પષ્ટ અને ખુલીને વાતચીત કરવાનો છે. એક ઇન્ટરવ્યૂમાં બંબાવલેએ જણાવ્યું હતું કે,’બન્ને દેશની વચ્ચે સીમા નિર્ધારણ (અન-ડેમારકેટેડ) હોવું એક ગંભીર સમસ્યા છે અને બન્ને દેશોને તત્કાલ પોતાની સીમાઓનું પુનઃનિર્ધારણ કરવાની જરૂર છે.’ બંબાવલેએ જણાવ્યું કે ભારતે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો (સીપીઈસી) વિરોધ કર્યો છે. પરંતુ દેશ બેલ્ટ એન્ડ રોડ પહલ પર મતભેદને વિવાદનું કારણ બનાવવા નથી ઈચ્છતું.

તેમણે વાતને પણ નકારી હતી કે ભારતનો અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના બ્લોકમાં સમાવેશ થઇ રહ્યો છે. નોંધનીય છે કે બન્ને દેશની સેનાઓ ગત વર્ષે ભારતના પૂર્વી સરહદમાં સ્થિત ડોકલામમાં 73 દિવસો સુધી એકબીજાની સામે આવી હતી. જેથી બન્ને દેશ વચ્ચે તણાવ વધ્યો હતો. બંબાવલેએ જણાવ્યું હતું કે,’ભારત-ચીન સરહદ પર શાંતિ જાળવવા માટે અન્ય કેટલાક વિસ્તાર છે જે ખૂબ સંવેદનશીલ છે અને અહીંની સ્થિતિ બદલવી જોઈએ. જો કોઇ સ્થિતિ બદલે છે તો ડોકલામમાં સર્જાઈ હતી તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.’ બંબાવલેએ કહ્યું કે,’ ચીની સેનાએ ડોકલામમાં પરિસ્થિતિ બદલી અને તે માટે ભારતે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જ્યારે ગત વર્ષે ડોકલામ જેવી સ્થિતિ ઉભી થઈ હતી તેનો મતલબ હતો કે અમે એકબીજા સાથે સ્પષ્ટ નહોતાં. આથી આપણે હજુ ખુલીને વાતચીતની જરૂર છે.’ રાજદૂતે જણાવ્યું કે,’આનો મતલબ છે કે ચીની સેના રસ્તો બનાવવા જઈ રહી છે તો તેમણે કહેવું જોઇએ કેઅમે રસ્તો બનાવવા જઇએ છીએ’. જો વાત પર અમારી સહમતિ હોય તો અમે જવાબ આપી શક્યા હોત કે તમે સ્થિતિ બદલી રહ્યાં છો. મહેરબાની કરી આવું કરો.’

ચીનની બેલ્ટ એન્ડ રોડ પરિયોજના પર ભારતની ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે,’જો પહલ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ હોય તો નવી દિલ્હીને કોઇ સમસ્યા નથી.’ બંબાવલેએ કહ્યું કે,’એવો નિયમ છે કે પરિયોજના દ્વારા કોઇ દેશની સંપ્રભુતા અને વિસ્તારની અખંડિતતાનું ઉલ્લંઘન થવું જોઇએ. દુર્ભાગ્યથી, સીપીઈસીથી ભારતની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન થાય છે. આથી અમે તેનો વિરોધ કરી રહ્યાં છીએ.’ બંબાવલેએ પણ જણાવ્યું હતું કે,’બેલ્ટ અને રોડ પહલ પર અમારી વચ્ચે મતભેદ હોય શકે છે પરંતુ અમે ક્યારેય પણ મતભેદને વિવાદનું સ્વરૂપ નહીં આપીએ.’ બંબાવલેએ જણાવ્યું કે,’હું તમને સ્પષ્ટ રીતે જણાવું છું કે ભારતનો દરેક દેશ સાથે ખાસ સંબંધ છે. ભારત માલદીવ, નેપાળ, શ્રીલંકામાં અનેક પરિયોજના પર કામ કરી રહ્યું છે. આથી અમારો સંબંધ દેશ સાથે પણ ખૂબ મજબૂત છે. દેશ સાથે આપણો ઐતિહાસિક, લોકોથી લોકો વચ્ચેનો સંપર્કનો સંબંધ છે.’ બંબાવલેએ જણાવ્યું કે,’મને નથી લાગતું કે અમે વાત પર ચિંતિત છીએ કે ચીન શું કરી રહ્યું છે. દેશ ચીન સહિત કોઇપણ દેશ સાથે સંબંધ બનાવવા માટે સ્વતંત્ર છે.’

(12:53 am IST)