Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2024

હરિયાણાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બદતર : INLD નેતાની જાહેર હત્યા પર કેજરીવાલના પ્રહાર

ગુનેગારોને પકડવા માટે પોલીસ તૈનાત થવાની હતી પરંતુ ભાજપે ખેડૂતોને રોકવા બોર્ડર પર હરિયાણા પોલીસ તૈનાત કરી

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હરિયાણામાં ખુલ્લેઆમ ફાયરિંગમાં INLD નેતા નફે સિંહ જીનું મોત ખૂબ જ દુઃખદ છે. હું તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભાજપે હરિયાણાની કાયદો અને વ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. ગુનેગારોને પકડવા માટે પોલીસ તૈનાત થવાની હતી પરંતુ ભાજપે ખેડૂતોને રોકવા બોર્ડર પર હરિયાણા પોલીસ તૈનાત કરી છે.

   
(10:45 pm IST)