Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

INLD હરિયાણાના પ્રમુખ નફે સિંહ રાઠીની હત્યા : ઝજ્જરમાં હુમલાખોરોએ ગોળી મારી

હુમલાખોરોએ ઝજ્જર જિલ્લાના બહાદુરગઢ શહેરમાં રાઠીની કારને નિશાન બનાવી:હુમલામાં એક કાર્યકરનું પણ મોત

ઈન્ડિયન નેશનલ લોક દળ (INLD) હરિયાણા એકમના પ્રમુખ નફે સિંહ રાઠીની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ ઝજ્જર જિલ્લાના બહાદુરગઢ શહેરમાં રાઠીની કારને નિશાન બનાવી હતી. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ રાઠીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ ફાયરિંગમાં પાર્ટીના અન્ય એક કાર્યકરનું પણ મોત થયું છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

   
(8:02 pm IST)