Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

મૃતકોનાં દાગીના ચોરી લેનારા ડ્રાયવર-ટેક્નિ.ની ધરપકડ

દુર્ઘટનામાં મદદે પહોંચેલી ૧૦૮ના કર્મીઓના કરતૂત : પોલીસે ૨.૩૦૦ કિલો સોનાની ચોરીનો કેસ ઉકેલી નાખ્યો

નવી દિલ્હી, તા. ૨૫ : તેલંગાણામાં ૧૦૮ના સ્ટાફે અકસ્માત બાદ મૃતકો પાસે રહેલું કેટલુંક સોનું પરત કરીને વાહવાહી લૂંટી હતી જોકે પાછળથી અકસ્માતનો ભોગ બનનાર પરિવારે ફરિયાદ કરી હતી કે તેમની પાસે રહેલું કુલ સોનું પરત મળ્યું નથી. કેટલાક ઘરેણાં હજુ પણ ગાયબ છે. તેના આધારે તેલંગણા પોલીસે .૩૦૦ કિલોગ્રામ સોનાનાં ઘરેણાની ચોરીનો કેસ ઉકેલી નાખ્યો છે. ચોરાના કેસમાં પોલીસે ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયનની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી સોનાનાં ઘરેણાં પરત મેળવ્યા છે. બંનેએ ઘરેણા એક કારમાંથી ચોરી લીધા હતા. કારને અકસ્માત નડતા તેમાં સવાર બે લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા. રસપ્રદ વાત છે કે કારમાંથી મળેલા ત્રણ કિલોગ્રામ જેટલા ઘરેણા બંનેએ પોલીસને આપી દીધી હતા, જ્યારે .૩૦૦ કિલોગ્રામ ઘરેણાં તેમની પાસે રાખી લીધા હતા. મૃતકોના પરિવારની ફરિયાદ બાદ પોલીસે ચોરીનો કેસ ઉકેલી નાખ્યો હતો.

પોલીસે કેસ ૨૪ કલાકમાં ઉકેલી નાખ્યો છે. પીડિત લોકોના પરિવારજનોએ તેમની કારમાંથી .૩૦૦ કિલોગ્રામ સોનાનાં દાગીના ગુમ થયાની ફરિયાદ પોલીસને આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માત બાદ મૃતદેહ અને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવા માટે બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. એટલું નહીં, એમ્બ્યુલન્સના સ્ટાફે ઘટનાસ્થળેથી મળેલા .૩૦૦ કિલોગ્રામ સોનાનાં દાગીના પોલીસને પરત આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, પીડિતોને હૉસ્પિટલ લઈ જવા દરમિયાન દાગીના તેમની પાસેથી મળી આવ્યા હતા. જે બાદમાં પોલીસ અધિકારીઓએ એમ્બ્યુલન્સના સ્ટાફની પ્રશંસા પણ કરી હતી.

કેસમાં મૃતક ૫૫ વર્ષીય કે. શ્રીનિવાસ રાવ અને કે. રામબાબુના પરિવારજનોએ પોલીસને ફરિયાદ આપી હતી કે .૩૦૦ કિલોગ્રામ વજનના સોનાના દાગીના ગુમ છે. જે બાદમાં પોલીસે એમ્બ્યુલન્સના સ્ટાફની પૂછપરછ કરી હતી. દરમિયાન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. રમાગુન્ડા પોલીસ કમિશનર વી. સત્યનારાયણે મીડિયાને જણાવ્યું હતું કે, બુધવારે ચોરી સંદર્ભે તેઓએ એમ્બ્યુલન્સના ડ્રાઇવર જી. લક્ષ્મા રેડી અને ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયનની ધરપકડ કરી છે. બંનેએ તકનો ગેરલાભ ઉઠાવતા .૩૦૦ કિલોગ્રામ જ્વેલરી પોતાની પાસે રાખી લીધી હતી અને .૩૦૦ કિલોગ્રામ જ્વેલરી પોલીસને આપી હતી. બીજી એમ્બ્યુલન્સના સ્ટાફને મૃતદેહને હૉસ્પિટલ ખસેડતી વખતે પીડિતની ખિસ્સામાંથી એક કિલોગ્રામ જ્વેલરી મળી હતી. જ્વેલરી તેઓએ પોલીસને સોંપી દીધી હતી.

મૃતકો આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લાના રહેવાશી છે. બંને લોકો તેલંગાણા ખાતે સોનાની જ્વેલરી આપવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન બંનેની કાર પલટી ગઈ હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે રિકવર કરેલી તમામ જ્વેલરીના બિલોની સંબંધિત વિભાગની મદદથી ખરાઈ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટાફ કે જે અકસ્માતના બનાવમાં પ્રથમ ઘટનાસ્થળે પહોંચતો હોય છે તેઓએ હંમેશા પ્રામાણિક રહેવું જોઈએ. કારણ કે એક-બે લોકોની આવી હરકતને પગલે વિભાગના તરફ શંકાની સોય તાકવામાં આવે છે.

(7:42 pm IST)