Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય સંસ્કૃતિની મિશાલ : હયુસ્ટનમાં સર્જાયેલી પાણી અને ખોરાકની તંગી વચ્ચે નોનપ્રોફિટ મનોરંજન એન્ડ ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સની માનવતાભરી સેવા : 250 પરિવારોને ગરમા ગરમ ભોજન અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડયું : ડાઉન ટાઉનમાં વસતા આશ્રયહિન લોકોને ભોજન પૂરું પાડવાની સેવા બજાવી

યુ.એસ.માં મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા માટે સદાય તત્પર રહેતા નોનપ્રોફિટ મનોરંજન એન્ડ ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સએ તાજેતરમાં હ્યુસ્ટનમાં સર્જાયેલી પાણી અને ખોરાકની તંગી વચ્ચે ફસાયેલા પ્રજાજનોને ભોજન અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો સંકલ્પ કર્યો.

જેના અનુસંધાને 21 ફેબ્રુઆરી રવિવારના રોજ તેઓએ 250 પરિવારોને ભોજન અને પીવા માટે શુદ્ધ પાણી પૂરું પાડ્યું .ઉપરાંત ડાઉન ટાઉનમાં વસતા આશ્રયહિન લોકોને ચાર્લી ,દિયા ,તથા દિપુએ ભોજન પૂરું પાડવાની સેવા બજાવી.

ઉપરોક્ત સદ્કાર્ય અમારા અજીતભાઈ તથા તેમને સહૃદય સેવા આપતા ઉમંગભાઈ ,દક્ષિણાબેન ,મનોજભાઈ ,તથા જેમિનીબેન ,સપના તથા વિજયભાઈ ,યજ્ઞેશભાઇ તથા જ્યોતિબેન ,ચાર્લી ,દિયા ,દીપુ ,સ્વપ્ન ,તથા પલ્લવી ,રાજીવભાઈ તથા બેલાભાભી ,આશિતભાઇ અને અલકા યાજ્ઞિક ,નિશા તથા ભરત મીરાણી ,હેમાંગી અને સાહિલ પટેલ ,માનસી તથા ડગ વેબ ,તેમજ અન્ય સમર્થકો સાંઈ વોટર ઓફ યુ.એસ.એ.ના  અમિત ભાવસાર ,કે જેમણે પાણી પૂરું પાડવાની સેવા બજાવી તે સહુને અમે બિરદાવીએ છીએ.

સાથોસાથ  અમને પાણી વિતરણમાં મદદ કરનાર હાર્લી તથા ડગ્લાસ વેબ તથા ગરમા ગરમ ભોજન બનાવી આપનાર તાંદુરી નાઇટના જેસી સિંઘના પણ અમે આભારી છીએ.ઉપરાંત અમને નાણાકીય સહકાર આપનાર તેમજ મદદરૂપ થનાર સહુનો ફરી એકવાર આભાર માનીએ છીએ.

(6:16 pm IST)