Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પત્ની કોઇ સંપતિ કે વસ્તુ નથી : પત્ની જ બધા કામ કરે તેવી અપેક્ષા ન રાખી શકાય : બોમ્બે હાઇકોર્ટ

પત્નીએ ચા ન બનાવતા પતિ દ્વારા હત્યા કરાયેલ

મુંબઈ,તા.૨૫:જસ્ટિસ રેવતીની બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું કે પત્ની કોઈ સંપત્ત્િ। કે વસ્તુ નથી. વિવાહ એ સમાનતાના આધારે કરવામાં આવેલ એક પાર્ટનરશીપ છે. આવા કેસો સામે આવવા સામાન્ય છે. આવા કેસ લૈંગિક અસંતુલન દર્શાવે છે. ન્યાયમૂર્તિએ કહ્યું કે પત્ની દ્યરના બધા જ કામ કરે તેવી અપેક્ષા ન રાખી શકાય.

પત્ની પાસે બધા જ કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે જે લૈંગિક અસંતુલન દર્શાવે છે. ભાવનાત્મક શ્રમ (ઈમોશનલ લેબર) કરવાની આશા પણ પત્ની પાસે જ રાખવામાં આવે છે. જસ્ટિસે કહ્યું કે આવી પરિસ્થિતિમાં આ પ્રકારના પુરુષો પોતાની જાતને પ્રાથમિક ભાગીદાર માને છે અને પત્નીઓને એક 'સંપત્તિ (વસ્તુ)'

શું છે આખો મામલો?

નોંધનીય છે કે ખૂંખાર પતિએ પત્નીએ ચા ન બનાવી તે બદલ બેરહેમીથી તેની હત્યા કરી નાંખી હતી. તે બાદ પતિએ તે જગ્યા પરથી લોહી સાફ કર્યું અને પૂરાવાને ગાયબ કરવાના પ્રયત્ન કર્યા. આ બધી જ ઘટના છ વર્ષની બાળકી નજરે નિહાળી રહી હતી.

બેશરમ પતિએ કોર્ટમાં પોતાના ડિફેન્સમાં કારણ આપ્યું કે તેની પત્નીએ ચા ન બનાવી અને તેને ઉશ્કેર્યો જે બાદ તેને ગુસ્સો આવી ગયો. પતિના આ કારણને ફગાવતા કોર્ટે કહ્યું કે પત્ની માટેની મધ્યકાલીન આ ધારણા કે પતિની સંપત્ત્િ। પત્ની છે, દુર્ભાગ્યવશ તે આજે પણ ચાલી આવે છે.

(4:02 pm IST)