Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

૧૦૦ રૂપિયા ભાવ ''ન્યુ નોર્મલ'' બનવાની શકયતા

જે રાજયોમાં વેટના દર ઉંચા છે ત્યાં પેટ્રોલ સદી લગાવવાની તૈયારીમાં : ક્રુડ ૭પ ડોલર થશે !

નવી દિલ્હી, તા. રપ :  જે રાજ્યોમાં વેટના દર ઉંચા છે ત્યાં બસ થોડા જ દિવસોમાં પેટ્રોલ સેન્ચ્યુરી મારવાની તૈયારીમાં છે. વાત આટલેથી પૂરી નથી થતી. હાલની સ્થિતિ અને સંજોગો પણ કંઈક એવા છે કે, પેટ્રોલના ૧૦૦ રુપિયા પ્રતિ લિટરના ભાવ આગામી દિવસોમાં ન્યૂ નોર્મલઁ બની રહેવાની પૂરી શક્યતા છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૮૮ રુપિયાની સપાટીને વટાવી ગયા છે.

પેટ્રોલની કિંમતનો મોટો આધાર તેના પર લાગુ પડતા વિવિધ ટેકસ અને ક્રૂડ ઓઈલની કિંમત પર નક્કી થાય છે. જો એપ્રિલ મહિનાથી પેટ્રોલિયમનું પ્રોડકશન કરતાં દેશોએ તેમાં વધારો ના કર્યો તેમજ ટેકસમાં પણ કોઈ રાહત ના મળી, તો મોંઘા પેટ્રોલ-ડીઝલમાંથી રાહત મળવાની શક્યતા લગભગ નહીવત છે.

વોલ સ્ટ્રીટની ત્રણ બેંકો ગોલ્ડમેન શાઝ, મોર્ગન સ્ટેન્લી અને બેંક ઓફ અમેરિકાનું આકલન છે કે, આગામી કેટલાક મહિનામાં ક્રૂડના ભાવ ૭૦ ડોલરની આસપાસ થશે અને તે વધીને ૭૫ ડોલર થઈ જાય તો પણ નવાઈ નહીં. એટલું જ નહીં, જો ઓપેક દ્વારા ક્રૂડનું પ્રોડકશન વધારી દેવાયું તો પણ તેની ડિમાન્ડની સરખામણીએ પૂરવઠો ઓછો રહેવાથી પેટ્રોલ-ડીઝલ સસ્તા નથી થવાના.

હાલના દિવસોમાં જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેટલાક રાજ્યોમાં પેટ્રોલે સેન્ચ્યુરી ફટકારી દીધી છે, જેની પાછળ ત્યાં પેટ્રોલ પર લેવાતા ઉંચા ટેકસ જવાબદાર છે. વળી, બુધવારે બ્રેન્ડ ક્રૂડ પણ ૬૫ ડોલર પ્રતિ બેરલની સપાટીને કૂદાવી ગયું હતું, અને ભારતની ક્રૂડની ખરીદી પણ સોમવારથી ૬૨ને બદલે ૬૩.૯૦ ડોલરના ભાવ પર પહોંચી છે.

ભારતીય રિફાઈનરીઓ દ્વારા બ્રેન્ટને બદલે મિકસ ક્રૂડ ખરીદવામાં આવતું હોય છે, જે બ્રેન્ટથી ૨-૩ ડોલર સસ્તું હોય છે. જોકે, ક્રૂડના ભાવ વધે તે સાથે આ અંતર ઘટતું જતું હોય છે. આ હિસાબે જો ક્રૂડ ૭૦ ડોલરની સપાટી પર પહોંચે તો ભારતની ખરીદીનો ભાવ ૬૮ ડોલરની આસપાસ પહોંચી જશે, જે હાલના ભાવ કરતાં ૬-૭ ડોલર વધુ છે. એકસપર્ટ્સનું માનીએ તો, ક્રૂડની કિંમતમાં ૧ ડોલરનો વધારો થાય તો ઘરઆંગણે પેટ્રોલની કિંમત ૫૫ પૈસા અને ડીઝલની કિંમત ૬૦ પૈસા જેટલી વધી જાય છે. આમ, જો ક્રૂડ ૭૦ ડોલરની સપાટીએ પહોંચી ગયું તો દિલ્હીમાં હાલ પેટ્રોલ જે ભાવે વેચાય છે તેનાથી ૩.૩૦ રુપિયા જ્યારે ડીઝલ ૩.૬૦ રુપિયા જેટલું વધી જશે.

(3:59 pm IST)
  • જામનગર જીલ્લાના ધ્રોલ અને પડધરી પંથકમાં તથા રાજકોટની ભાગોળે ઓનેસ્ટ સુધી સવારે ૯ વાગ્યા સુધી ભારે ધુમ્મસ અને ઝાકળ છવાયેલા રહ્ના હતા access_time 10:23 am IST

  • ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં મોટો ઘટાડો આવશે : આગામી પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે મોદી સરકાર પ્રતિ લીટર ૪ રૂપિયાનો ફ્યુઅલ ટેક્સમાં ઘટાડો કરે તેવી પૂરી સંભાવના હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. જોકે પેટ્રોલ અને ડીઝલ ને જીએસટીના દાયરામાં ટૂંક સમયમાં લઈ લેવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે. access_time 11:29 am IST

  • કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી : કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થું કાપ્યું હતું ત્યારે હવે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારો થવાની શકયતા છે :આગામી દિવસોમાં જ નવા વધારા સાથે પગાર મળશે access_time 1:26 am IST