Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પાંચ વર્ષમાં હાથી અને વાઘોએ ૨૭૨૯ લોકોના જીવ લીધા

સંસદમાં માહિતી અપાઇ

ચેન્નઇ : માનવીય ગતિવિધીઓને કારણે વન્યજીવો અને માણસો વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. છેલ્લા પ વર્ષમાં હાથીઓ અને વાઘોએ ૨૭૨૯ લોકોને મારી નાખ્યા છે. સંસદમાં અપાયેલ માહિતી મુજબ ૨૫૨૯ લોકો હાથીઓ અને ૨૦૦ લોકો વાઘના હુમલામાં માર્યા ગયેલ. આ સમયગાળામાં વાઘોની તુલનામાં દેશમાં હાથી વધુ આક્રમક સાબિત થયેલ. વર્ષ ૨૦૧૫ - ૨૦૨૦ વચ્ચે હાથીઓને લીધે ઓડીશામાં ૪૪૯, પ.બંગાળમાં ૪૩૦, ઝારખંડમાં ૩૮૦, આસામમાં ૩૫૩, છતીસગઢમાં ૩૩૫ અને તામિલનાડુમાં ૨૪૬ લોકોના જીવ ગયેલ.

(3:17 pm IST)