Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

મંગળ ગ્રહ ઉપર નાસાએ મોકલ્યો કોયડોઃ લોકોએ આસાનીથી ઉકેલી લીધો

પરસિવરેંસ રોવરના પેરાશુટમાં ખાસ સંદેશ છુપાવાયેલ : મિશનના સિસ્ટમ એન્જીનીયર ઇઆન કલાર્ક ક્રોસવર્ડ અને કોયડાના શોખીન છે

વોશીંગ્ટન : અમેરીકી અંતરીક્ષ એજન્સી નાસાએ હાલમાં જ પુરૂ થયેલ મંગળનું મિશન મોટી ઉપલબ્ધી છે. મિશન દરમિયાન ર રચનાત્મક દેખાડવામાં નાસાએ કોઇ કસર ન છોડેલ.

પરસિવરેંસ રવિર જે પેરાશુટ દ્વારા મંગળ ગ્રહ ઉપર ઉતારવામાં આવેલ તેમા ખાસ સંદેશ છુપાયેલ તેનો વિડીયો જાહેર થયા બાદ લોકોએ તેને ડીકોડ કર્યો હતો. ખાસ પ્રણાલીનો ઉપયોગ કરી તેના ઉપર ડેઅર આઇટી થીંગ્સ લખેલુ હતુ. આ પુર્વ અમેરીકી રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટની મશહુર પંકતીઓ છે. જેનો અર્થ અશકયને શકય કરી દેખાડવું.

મિશનના સિસ્ટમ એન્જીનીયર ઇઆન કલાર્ક ક્રોસવર્ડ અને પહેલીઓના શોખીન છે. બે વર્ષ પહેલા તેમને સંદેશ છુપાવવાનો વિચાર આવેલ. પેરાશુટના નારંગી અને સફેદ રંગની ૨૧ મીટરની પટ્ટીઓ ઉપર બાયનરી કોડથી સંદેશ લખાયેલ રોવર મંગલ ઉપર ઉતરતા પહેલા ૬ લોકોને જ તે અંગે ખબર હતી.

પેરાશુટમાં લખાયેલ બાઇનરી કોડ લોકોએ થોડા જ કલાકોમાં તોડી નાખેલ. ઇઆને જણાવેલ કે હવે પછી વધુ ક્રિએટીવ થવાની કોશીશ કરીશુ. જેથી કોડ જલ્દીથી ન તોડી શકાય. રોવર ઉપર એક ધાતુની પટ્ટીમાં ગત માર્સ મિશનનો ફોટો લગાડેલ હતા.

પરસિવરેંસ રોવર શુક્રવાર સવારે મંગળ ગ્રહ ઉપર ઉતરેલ ૬૮૭ દિવસ તે ત્યા જ રહેશે. અભિયાનના ઉદ્દેશ્ય મંગળ ઉપર જીવનનો પતો લગાવવાનુ છે. રાવર ત્યાથી પથ્થરોના ટુકડા પણ લાવવાનો પ્રયાસ કરશે. મુળ ભારતના સ્વાતી મોહને તેનુ સફળ લેન્ડીંગ કરેલુ.

(3:15 pm IST)