Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ભારતમાં આગામી પ વર્ષમાં અતિ ધનવાનોની સંખ્યા ૬૩ ટકા વધશે

મુંબઇ, દિલ્હી અને બેંગ્લોરમાં હશે સૌથી વધારે ધનવાનો

નવી દિલ્હી, તા.૨૫: ભારતમાં અતિ ધનવાન (અલ્ટ્રા હાઇનેટ વર્થ ઇન્ડીવીજયુઅલ્સ)ની સંખ્યા ૨૦૨૫ સુધીમાં ૬૩ ટકા વધીને ૧૧૯૩૮ થઇ શકે છે. આ બાબતે ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધનાર દેશોમાં બીજા નંબરે હશે, જયારે એશિયામાં પ્રથમ નંબરે હશે તો દુનિયાભરમાં અતિ ધનવાનોની સંખ્યા ૨૦૨૦થી ૨૦૨૫ વચ્ચે ૨૭ ટકા વધીને ૬,૬૩,૪૮૩ થવાની શકયતા છે. પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઇટ ફ્રેંકના વેલ્થ રીપોર્ટ ૨૦૨૧માં આ ખુલાસો થયો છે. ૩ કરોડ ડોલર અથવા તેનાથી વધારે સંપતિ ધરાવતા લોકો આ યાદીમાં આવે છે.

આ રીપોર્ટ અનુસાર, ભારતમાં શહેરના આધારે જોવામાં આવે તો મુંબઇ, દિલ્હી અને બેંગ્લોરમાં ક્રમશઃ ૯૨૦, ૩૭૫, ૨૩૮ અતિ ધનવાનો હશે. રીપોર્ટ અનુસાર, ભારતના ૯૧ ટકા અતિ ધનવાન લોકોની સંપતિ ૨૦૨૧માં વધશે. ભારતમાં અતિ ધનવાનોની સંખ્યામાં વધારાની ઝડપ વિશ્વની સરેરાશ ૨૭ ટકા અને એશિયાની સરેરાશ ૩૯ ટકા કરતા ઘણી વધારે છે.

(3:15 pm IST)