Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ડોકટરદએ વ્યકત કરી ચિંતા

ઓસ્ટ્રેલિયામાં જોવા મળી એક ભયંકર બિમારી

અમુક દરિયાકાંઠાના જંતુઓના ડંખવાથી આ રોગ થાય છે : તેઓ વિનાશક ત્વચા અલ્સર તરફ પ્રગતિ કરી શકે છે, જેને બુરૂલી અલ્સર અથવા બેર્નસ્ડેલ તરીકે ઓળખવામાં આવે છે

મેલબોર્ન,તા.૨૫: ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાના ભાગો એસ્સેન્ડન, મૂની પોન્ડ્સ અને બ્રુન્સવિક વેસ્ટમાં કેટલાક કેસ નોંધાયા બાદ, હવે મેલબોર્નના સબઅર્બન એરિયામાં આ માંસ-આહાર અલ્સરનો રોગ કેર વર્તાવી રહ્યો છે.

વિકટોરિયન ચીફ હેલ્થ ઓફિસર બ્રેટ સટ્ટોને મંગળવારે કહ્યું હતું કે, તે વિસ્તારોમાં અલ્સર થવાનું જોખમ ઓછું માનવામાં આવતું હતું, પરંતુ 'વિકટોરિયામાં આ પહેલો બિન-દરિયાઇ વિસ્તાર છે. જેમાં હવે જોખમ વધ્યું છે. એક જગ્યાએ આ બેકટેરિયા આઈસોલેટ થઈને હવે બીજે પહોંચ્યો હોવાનું જેનેટીવ એનાલિસિસમાં બહાર આવ્યું છે.

અમુક દરિયાકાંઠાના જંતુઓના ડંખવાથી આ રોગ થાય છે. તેઓ વિનાશક ત્વચા અલ્સર તરફ પ્રગતિ કરી શકે છે, જેને બુરુલી અલ્સર અથવા બેર્નસ્ડેલ અલ્સર તરીકે ઓળખવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ બુરુલી અલ્સર નિષ્ણાત પોલ જોહ્રન્સનને જણાવ્યું હતું કે, મહત્ત્વનું એ છે કે હવે મેલબોર્નના આંતરિક અને ઉત્ત્।ર-પશ્યિમ ઉપનગરોમાં બેકટેરિયમ પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે બીચ પર આ બેકટેરિયાથી થતો રોગ જોવ મળે છે. તેથી હવે લોકો બીચ પર જવાનું ટાળશે. પરંતુ, હવે તો તેનું લોકલ ટ્રાન્સમિશન પણ થયું છે,જે ચિંતાનો વિષય છે.

ઓસ્ટ્રેલિયાના કેસ સ્ટડી કરતા લોકો ચેપગ્રસ્ત કેવી રીતે થાય છે તે જાણી શકાયું નથી, તેમ છતાં મચ્છર સંક્રમિત કરવામાં ભૂમિકા ભજવે છે તેવું માનવામાં આવે છે. આ બેકટેરિયા મેલબોર્નના ઉત્ત્।ર છેવાડાના એસ્સેન્ડનમાં સ્થાનિકના મળમાં પણ મળી આવ્યા હતા, પરંતુ હજી તેનો સ્ત્રોત નક્કી કરી શકાયો નથી.

આ રોગ એક વ્યકિતથી બીજામાં ટ્રાન્સમિસિબલ નથી. Possums અને માણસો વચ્ચે સંક્રમણના કોઈ પુરાવા નથી, તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જો સારવાર ન કરવામાં આવે તો અલ્સરની શસ્ત્રક્રિયાની જરૂર પડે છે અથવા ભારે કેસોમાં અંગવિચ્છેદન પણ જરૂરી બને છે.૨૦૨૦માં મૂની વેલી વિસ્તારમાં બુરુલી અલ્સરના પાંચ કેસ નોંધાયા હતા, જેની સરખામણી ૨૦૧૯માં આઠ અને ૨૦૧૮માં ૧૦ હતા.

અલ્સરથી બચાવવા માટે લોકોને સલાહ આપવામાં આવે છે કે જંતુના કરડવાથી બચો, બાગકામના ગ્લવ્ઝ અને સુરક્ષાત્મક વસ્ત્રો પહેરવા અને મકાનોની આસપાસ મચ્છરોના સંવર્ધનને ઘટાડવું. બાહ્ય પ્રવૃત્ત્િ।ઓને પગલે થયેલ ઘાવ, કપાત, અને ઘર્ષણ હંમેશાં તાકીદે સાફ કરવા જોઈએ.

(10:27 am IST)