Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સરકાર બંનેને GST હેઠળ લાવવા વિચારે છે

પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના

નવી દિલ્હી,તા.૨૫: પેટ્રોલ-ડીઝલની કિંમત આકાશને સ્પર્શી રહી છે. જો કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST)ના દાયરામાં લાવી દે તો આમ આદમીને મોટી રાહત મળી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને  આ વાતનો સંકેત આપ્યો છે. જો જીએસટીના મહત્ત્।મ દર પર પેટ્રોલ અને ડીઝલને રાખવામાં આવે તો પણ બંનેની કિંમત દ્યટીને વર્તમાન કિંમતથી અડધી થઈ જાય.

હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એકસાઇઝ ડ્યુટી અને રાજય સરકારો વેટ વસૂલ કરે છે. આ બંને ટેકસ એટલા છે કે ૩૫ રૂપિયાનું પેટ્રોલ દેશના અલગ અલગ ભાગમાં ૯૦થી ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જાય છે. ૨૩ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૦.૯૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૧.૩૨ રૂપિયા પ્રતિ લીટર છે. જેના પર કેન્દ્ર સરકાર ક્રમશઃ ૩૨.૯૮ રૂપિયા પ્રતિ લીટર અને ૩૧.૮૩ રૂપિયા પ્રતિ લીટર એકસાઇઝ ડ્યુટી વસૂલ કરે છે. દેશમાં ૧ જુલાઇ, ૨૦૧૭ના રોજ જીએસટી અમલમાં આવ્યો હતો. આ સમયે પેટ્રોલ-ડીઝલને તેમાંથી બાકાત રખાયા હતા. હવે નાણા મંત્રીએ પેટ્રોલ-ડીઝલની કિંમતો નીચે લાવવા માટે કેન્દ્ર અને રાજય સરકારો વચ્ચે સંયુકત સહયોગનું આહવાન કર્યું છે.

જો પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવામાં આવે તો દેશમાં ઇંધણની કિંમત એક સરખી થઈ જશે. જો જીએસટી પરિષદ ઓછા સ્લેબની પસંદગી કરે તો કિંમત ખૂબ ઘટી શકે છે. હાલમાં જીએસટીના ચાર સ્લેબ છે. જેમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા શામેલ છે. હાલ કેન્દ્ર અને રાજય સરકારો એકસાઇઝ ડ્યુટી અને વેટના નામે ૧૦૦ ટકાથી વધારે ટેકસ વસૂલ કરે છે.

કેન્દ્ર સરકાર માટે પેટ્રોલિયમ પેદાશો પર એકસાઇઝ ડ્યુટી આવકનું મુખ્ય સાધન છે. આથી જીએસટી કાઉન્સિલ પેટ્રોલ અને ડીઝલને મહત્ત્।મ સ્લેબમાં રાખી શકે છે. જે બાદમાં પણ તેના પર ઉપ-કર લગાવવામાં આવી શકે છે. સરકારી આંકડા પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલિયમ ક્ષેત્રથી સરકારી ખજાનામાં ૨,૩૭,૩૩૮ કરોડ રૂપિયા આવ્યા હતા. જેમાં ૧,૫૩,૨૮૧ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના અને ૮૪,૦૫૭ કરોડ રૂપિયા રાજય સરકારોના હતા.

વર્ષ ૨૦૧૯-૨૦માં રાજયો તેમજ કેન્દ્ર માટે પેટ્રોલિયમ ક્ષેત્રમાં કુલ યોગદાન ૫,૫૫,૩૭૦ કરોડ રૂપિયા હતું. જે રકમ કેન્દ્ર સરકારની આવકના લગભગ ૧૮ ટકા અને રાજયોની આવકના ૭ ટકા હતી. કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ પ્રમાણે કેન્દ્રને આ નાણાકીય વર્ષમાં ફકત પેટ્રોલ-ડીઝલ પર એકસાઈઝ ડ્યુટીથી અંદાજીત ૩.૪૬ કરોડ રૂપિયા મળવાની આશા છે.

આખા દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે ૩૬ ટકા વેટ વસૂલ કરવામાં આવે છે. જે બાદમાં તેલંગાણામાં વેટનો દર ૩૫.૨ ટકા છે. પેટ્રોલ પર ૩૦ ટકાથી વધારે વેટ વસૂલતા રાજયોમાં કર્ણાટક, કેરળ, આસામ, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મધ્ય પ્રદેશ શામેલ છે. ડીઝલ પર ઓડિશા, તેલંગાણા, રાજસ્થાન અને છત્ત્।ીસગઢ જેવા રાજયો સૌથી વધારે વેટ વસૂલ કરે છે. આ વર્ષે અત્યારસુધી પાંચ રાજય, પશ્યિમ બંગાળ, રાજસ્થાન, મેદ્યાલય, આસામ અને નાગાલેન્ડે ઇંધણ પર ટેકસમાં દ્યટાડો કર્યો છે.

(10:21 am IST)