Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ટ્રમ્પે ઇમરાનખાનને એક સારા મિત્ર ગણાવતા પાકિસ્તાન પોતાની પીઠ થપથપાવવા લાગ્યું

ટ્રમ્પએ પાકિસ્તાન સાથેના તેમના નિકટના સંબંધો અંગે કહેતા પાકિસ્તાન ઉત્સાહિત

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને એક સારા મિત્ર ગણાવ્યા હતા અને અમદાવાદના મોટ્ટેરા સ્ટેડિયમમાં પાકિસ્તાન સાથેના તેમના નિકટના સંબંધો અંગે ભારપૂર્વક કહ્યું હતું તેનાથી પાકિસ્તાન ઉત્સાહિત છે. પાકિસ્તાને ટ્રમ્પના આ નિવેદનની મહત્તાને સમજવાનું કહ્યું છે અને તેને ખૂબ સકારાત્મક માન્યું છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું છે કે ટ્રમ્પનું પાકિસ્તાન અંગેનું નિવેદન ખૂબ નોંધપાત્ર છે અને તેને અવગણી શકાય નહીં

   પાકિસ્તાનના વિદેશ વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન અને સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે અને આ માટે તેમણે ભારતને સકારાત્મક ભૂમિકા ભજવવા પણ અપીલ કરી છે.

 પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યું છે કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવે ત્યારે જ આ શક્ય છે. કુરેશીએ આરોપ લગાવ્યો હતો કે ભારતની વર્તમાન સરકારે કાશ્મીરનો મુદ્દો વધુ જટિલ બનાવ્યો છે 

(11:16 pm IST)