Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ચારધામ દેવસ્‍થાન એકટને લઇ હાઇકોર્ટએ માંગ્‍યો જવાબ

           નૈનીતાલઃ  ચારધામ દેવસ્‍થાનમ એકટથી  સરકારની મુશ્‍કેલીઓ વધવાની છે હાઇકોર્ટએ  પુરા મામલા પર સુનાવણી કરી કેન્‍દ્ર-રાજય સરકાર અને ચારધામ દેવસ્‍થાનમ બોર્ડના સીઇઓને નોટીસ જારી કરી છે.  કોર્ટએ કહ્યુ કે ત્રણ અઠવાડિયાની અંદર  બધા પક્ષકાર પોતાનો જવાબ દાખલ કરે. સુનાવણી દરમ્‍યાન મંગળવારના યાચિકાકર્તા સુબ્રમણ્‍યમ સ્‍વામીએ કોર્ટની સામે કહ્યું કે સોમવારની રાતે જ આના સીઇઓ નિયુકિત  કરવામાં આવ્‍યા જયાં સુધી આ મામલાની પુરી સુનાવણી જારી છે ત્‍યા સુધી કોઇ રીતની કાર્યવાહી પર રોક લગાવી દે. કોર્ટએ સરકારને આ મામલા પર પણ જવાબ દાખલ કરવા કહ્યું છે.

            રાજય સરકારએ ચારધામ  દેવસ્‍થાન એકટ પાસ કરી બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિત પ૧ મંદિરોને આમા સામેલ કર્યા છે. તીર્થ પુરોહીતોએ આનો જબ્‍બર વિરોધ કર્યો છે એમણે ચારધામ યાત્રા દરમ્‍યાન  કર્મકાંડ ન કરવા એલાન કર્યુ છે. પણ સરકાર પર આની કોઇ અસર નથી.

(11:01 pm IST)