Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ત્રણ દાયકા સુધી શાસન કરનારા મિસ્ત્રના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું 91 વર્ષની વયે નિધન

વિદ્રોહમાં વર્ષો સુધી જેલમાં રહ્યા:મોટા ભાગના આરોપમાંથી મુક્ત થતા છોડી મુકાયા હતા

મિસ્ત્રના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું 91 વર્ષની વયે નિધન થઈ ગયું છે. હોસ્ની મુબારકને લગભગ ત્રણ દાયકાથી શાસન કરનારા દેશમાં 18 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ 11 ફેબ્રુઆરી 2011ના રોજ પોતાના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતું.

        મુબારકે 2011માં વિરોધ પ્રદર્શન બાદ હટાવ્યા પહેલા મિસ્ત્ર પર 30 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેઓ વિદ્રોહમાં વર્ષો સુધી જેલમાં રહ્યા હતા, પણ 2017માં મોટા ભાગના આરોપમાંથી મુક્ત કરાયા બાદ તેમને જેલમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.

        હોસ્ની મુબારક લગભગ 30 વર્ષ સુધી મિસ્ત્રની સત્તામાં રહ્યા અને અરબની દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશનું નેતૃત્વ કર્યું. 1981માં અનવર સદાતની હત્યા બાદ ઉપ-રાષ્ટ્રપતિ પદ પર રહેલા અને અજાણ્યા રહેતા હોસ્ની મુબારકને રાષ્ટ્રપતિનું પદ સોંપવામાં આવ્યું અને તેમણે 30 વર્ષ સુધી દેશની કમાન સંભાળી. તેમના 30 વર્ષના શાસનમાં કટોકટી જેવો માહોલ રહ્યો હતો, જેમાં એક સાથે પાંચ વ્યક્તિ એકઠા થઈ શકતા નહોતાં.

(8:31 pm IST)