Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ડોનાલ્ડ ટ્રમ્પ મંત્રણા : CAA અંગે કોઇ પણ ચર્ચા થઇ નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કુલ પાંચ કલાક વાતચીત થઇ : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સુરક્ષા, સંરક્ષણ, ઉર્જા, ટેકનોલોજી, બંને દેશોની પ્રજાના સ્તર પર સંબંધોના મુદ્દા ઉપર ચર્ચા : વિદેશ સચિવ

નવી દિલ્હી, તા.૨૫ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની હાઈપ્રોફાઇલ ભારત યાત્રાના બીજા દિવસે આજે દિલ્હીમાં જુદી જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. એકબાજુ મોદી સાથે તેઓએ ઉચ્ચ સ્તર પર વાતચીત કરી હતી તેમાં સંરક્ષણ સોદાબાજી ઉપર હસ્તાક્ષર થયા હતા. ટ્રમ્પે ત્રણ અબજ ડોલરની ડિફેન્સ ડિલની જાહેરાત કરી હતી. ટ્રમ્પ-મોદી વચ્ચે મંત્રણા પર વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંખલાએ કહ્યું હતું કે, પાંચ મુદ્દાઓ ઉપર વાતચીત થઇ હતી જેમાં સુરક્ષા, સંરક્ષણ, ઉર્જા, ટેકનોલોજી અને બંને દેશોની પ્રજાના ઉપર વાતચીત થઇ હતી. વિદેશ સચિવે કહ્યું હુતં કે, મંત્રણા દરમિયાન નાગરિક સુધારા કાનૂનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કાશ્મીરના મુદ્દા પર વિદેશ સચિવે કહ્યું હતું કે, તેવો નિર્ણય લેવાયો છે કે, જમ્મુ અને કાશ્મીરમાં હકારાત્મક વિકાસની પ્રક્રિયા આગળ વધી છે. મંત્રણા દરમિયાન તેણમે કહ્યું હતું કે, નાગરિકતા સુધારા કાનૂનનો મુદ્દો મંત્રણા દરમિયાન ઉઠાવાયો હતો.

        પાકિસ્તાનના મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. ભારતે પોતાની ચિંતાઓને સ્પષ્ટપણે રજૂ કરી હતી. નાર્કોટિક્સ પર એક ગ્રુપ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદેશ સચિવ હર્ષવર્ધને કહ્યું હતું કે, યાત્રાના ગાળા દરમિયાન મોદી અને ટ્રમ્પ વચ્ચે પાંચ કલાકથી વધુ સમય સુધી વાતચીત થઇ ચુકી છે જેમાં વૈશ્વિક બાબતોને ધ્યાનમાં લઇને હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સંપર્કના વિષયો પણ સપાટી ઉપર આવ્યા હતા. મંત્રણા દરમિયાન સીએએનો મુદ્દો ઉઠ્યો હતો કે, તે અંગે પૂછવામાં આવતા વિદેશ સચિવે કહ્યું હતું કે, ટ્રમ્પ-મોદી વચ્ચે વાતચીતમાં મુદ્દો ઉઠ્યો હતો.

         બંને પક્ષોએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. કાશ્મીરના મુદ્દા ઉપર વાતચીત કરી હતી. તાજેતરમાં નેતાઓના બે ગ્રુપ જમ્મુ કાશ્મીરની સ્થિતિ જોવા માટે હાલમાં પહોંચ્યા હતા જેમાં ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર પણ સામેલ છે. વિદેશ સચિવે કહ્યું હતું કે, ભારતીય પક્ષોએ આઈટી ક્ષેત્રમાં ભારતીય પ્રોફેશનલોના યોગદાનને રજૂ કરીને એચવન-બી વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વાતચીતમાં ઉર્જા દ્વિપક્ષીય સહકાર ઉપર પણ ચર્ચા થઇ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પે સંરક્ષણ ક્ષેત્રમાં ખરીદી, ટેકનોલોજી, સંયુક્ત ગઠબંધનને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે જુદા જુદા વિષય પર વાતચીત કરવામાં આવી હતી. સુરક્ષા અને સંરક્ષણ સહિત પાંચ વિષય પર મુખ્યરીતે ચર્ચા થઇ હતી. નાર્કોટિક્સના મુદ્દા પર પણ બંને વચ્ચે ચર્ચા થઇ હતી. વિદેસ સચિવે કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો પણ વાતચીત દરમિયાન છવાયો હતો.

વિદેશ સચિવે શું કહ્યું....

નવીદિલ્હી, તા. ૨૫ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની હાઈપ્રોફાઇલ ભારત યાત્રાના બીજા દિવસે આજે દિલ્હીમાં જુદી જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. એકબાજુ મોદી સાથે તેઓએ ઉચ્ચ સ્તર પર વાતચીત કરી હતી તેમાં સંરક્ષણ સોદાબાજી ઉપર હસ્તાક્ષર થયા હતા. ટ્રમ્પે ત્રણ અબજ ડોલરની ડિફેન્સ ડિલની જાહેરાત કરી હતી. વિદેશ સચિવે મંત્રણા સંદર્ભે વિગતો આપી હતી.

*          ટ્રમ્પ અને મોદી વચ્ચે વાતચીતમાં સીએએના મુદ્દા ઉપર કોઇ ચર્ચા કરવામાં આવી નથી

*          જમ્મુ અને કાશ્મીરમાં રચનાત્મક વિકાસ થયો હોવાની ચર્ચા થઇ હતી

*          પાકિસ્તાન પર ભારતે પોતાની ચિંતાથી અમેરિકી પ્રમુખ ટ્રમ્પને વાકેફ કર્યા હતા

*          નાર્કોટિક્સના મુદ્દા ઉપર કાર્યજૂથ બનાવવાના મુદ્દા પર સહમતિ થઇ ચુકી છે

*          વિદેશ સચિવના કહેવા મુજબ ટ્રમ્પ અને મોદી મંત્રણામાં સુરક્ષા અને સુરક્ષા સહિત પાંચ મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી

*          સંરક્ષણ ક્ષેત્રે ખરીદી, ટેકનોલોજી, સંયુક્ત ગઠબંધનમાં ભારતને ઉચ્ચ સ્થાન આપવાની ખાતરી ટ્રમ્પે આપી છે

*          ઉર્જા દ્વિપક્ષીય સહકાર વધારવાના મુદ્દે પણ ચર્ચા થઇ છે

*          એચવન-બી વિઝાનો મુદ્દો પણ વાતચીત દરમિયાન ઉઠ્યો હોવાની કબૂલાત કરાઈ

(8:27 pm IST)