Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે જ ભાજપના નેતા કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી

જો કોઇ નેતાએ ભડકાઉ ભાષણ આપ્યું હોય તો તેની સામે પગલાં ભરવા જોઇએ.

નવી દિલ્હી : દિલ્હીની હિંસા મામલે ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે મહત્વનું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે ભાજપના જ નેતા કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે

  ગૌતમ ગંભીરે હિંસા મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દિલ્હીની હિંસા પાછળ જે લોકો જવાબદાર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. પછી તે ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેમ ન હોય. જો કોઇ નેતાએ ભડકાઉ ભાષણ આપ્યું હોય તો તેની સામે પગલાં ભરવા જોઇએ.

(2:11 pm IST)