Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

તેલંગાણામાં સામાજિક સૌહાર્દના દર્શન : દલિત ભક્તને ખભા પર બેસાડી મંદિરમાં દર્શન કરવા લઈ ગયા પૂજારી

મંદિરથી થોડે દુર ગાંધીજીની પ્રતિમાને માળા પહેરાવ્યા બાદ ભવ્ય શોભાયાત્રા કાઢી

હૈદરાબાદ :દલિતો સાથે સમાજમાં સૌહાદપૂર્ણ વ્યવહારના દર્શન થયા છે  તેલંગાણામાં એક મંદિરના પૂજારી દલિત ભક્તને ખભા પર બેસાડીને મંદિરમાં દર્શન કરાવવા માટે લઈ ગયા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ તેલંગણાના ખમ્મમ નામના શહેરમાં લક્ષ્‍મી રંગનાથ સ્વામી મંદિર નામન ઐતહાસિક મંદિર આવેલુ છે. આ મંદિર દ્વારા કેટલાક સંગઠનોને સાથે રાખીને પરંપરાગ રીતે એક ઉત્સવનુ આયોજન કરાવમાં આવ્યુ હતુ.

 મંદિરથી થોડે દુર ગાંધીજીની પ્રતિમાને માળા પહેરાવ્યા બાદ એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં એક પૂજારી કૃષ્ણ ચૈતન્યે દલિત સમુદાયના રવિ નામના ભક્તને ખભા પર બેસાડયો અને તેમને મંદિરમાં દર્શન માટે લઈ ગયા હતા.

(2:10 pm IST)
  • ચીનમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકોની સાજા થવાની ઝડપમાં વધારો : સરકારી અખબારનો દાવો :80 ટકા આવા કોરોના વાઇરસ અસરગ્રસ્ત લોકો સાજા થવા લાગ્યા: જોકે આ અહેવાલ આપનાર ચાઇના ડેલીના સમાચારો શંકાસ્પદ ગણાવાય છે. access_time 12:42 am IST

  • ઈરાનના આરોગ્યપ્રધાન ઇરાઝ હરિચીને કોરોના વાયરસ લાગુ :ઈરાનમાં કુલ ૧૫ મોત: 95 અસરગ્રસ્ત, બિનસત્તાવાર 50 મોત access_time 12:31 am IST

  • માંડવીના શેરડી ગામે ખનિજચોરી પર દરોડો: પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા કાર્યવાહી:એક હિટાચી અને બે ડમ્પરો પોલીસે ઝડપ્યા:૨૧ લાખનાં મુદ્દામાલ સાથે ૩ની કરાઈ ધરપકડ access_time 11:11 pm IST