Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

દિલ્હીની બોર્ડરો સીલ કરો, તોફાનો કરવા બહારથી લોકો આવી રહ્યા છેઃ કેજરીવાલ

પોલીસને એક્શન લેવા છુટો દોર આપવો જોઈએ

નવી દિલ્હી : ઉત્તર પૂર્વ દિલ્હીમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચોંકાવનારૂ નિવેદન આપતા કહ્યુ છે કે, દિલ્હીમાં તોફાનો કરવા માટે બહારથી લોકો આવી રહ્યા છે.

   તેમણે પાર્ટીના ધારાસભ્યો અને સરકારના અધિકારીઓ સાથેની બેઠક બાદ કહ્યુ હતુ કે, જે પણ હિંસા થઈ રહી છે તે યોગ્ય નથી. ફાયર બ્રિગેડ અને પોલીસ વચ્ચે તાલમેલ જરૂરી છે. નીચેના સ્તરે પોલીસને એક્શન લેવા માટે પરવાનગી નથી તેવુ જાણવા મળ્યુ છે. પોલીસને એક્શન લેવા છુટો દોર આપવામાં આવે

તેમણે કહ્યુ હતુ કે, ગઈકાલે એક પોલીસ કર્મીનુ મોત થયુ છે. આજે જે થઈ રહ્યુ છે તે કાલે બીજે થશે એટલે શાંતિ રાખવી જરૂરી છે. હિંસા પ્રભાવિત વિસ્તારોના ધારાસભ્યોનુ કહેવુ છે કે, પોલીસની સખ્યા ઓછી છે અને તેમને કાર્યવાહી કરવાની મંજૂરી નથી.

કેજરીવાલે કહ્યુ હતુ કે, દિલ્હીની બોર્ડરો સીલ કરવામાં આવે તે જરૂરી છે. કારણકે બહારથી લોકો આવી રહ્યા છે. મંદિરો અને મસ્જિદોમાંથી શાંતિની અપીલ કરવામાં આવે અને તોફાન પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ માર્ચ યોજવામાં આવે.

(2:07 pm IST)