Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પદ્મ ભૂષણ ખિતાબ વિજેતા ઇન્ડિયન અમેરિકન ડો. જગદીશ શેઠનું બહુમાન : જૈન કોમ્યુનિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે યોજાયેલા સન્માન સમારોહમાં સજોડે હાજરી આપી

કેલિફોર્નિયા : ભારત સરકારનો 2020 ની સાલનો  પદ્મ ભૂષણ ખિતાબ વિજેતા ઇન્ડિયન અમેરિકન ડો. જગદીશ શેઠનું તાજેતરમાં 16 ફેબ્રુઆરીના રોજ જૈન કોમ્યુનિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે  સન્માન કરાયું હતું જે પ્રસંગે તેઓ સજોડે હાજર રહ્યા હતા.
સન્માન સમારોહમાં JAINA તથા અનેકાન્ત કોમ્યુનિટી સેન્ટર પ્રેસિડન્ટ શ્રી મહેશ વાઢેર ,સર્વમંગલ ટ્રસ્ટના શ્રી મનુ શાહ ,સહીત 250 જેટલા જૈન અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ડો.જૈનના 350 જેટલા લેખો તથા 30 ઉપરાંત પુસ્તકોએ ખુબ લોકચાહના મેળવેલી છે.
સન્માન સમારોહમાં સર્વમંગલ ટ્રસ્ટ દ્વારા  ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ડો.નીતિન શાહે પદ્મ ભૂષણ એવોર્ડ વિષે માહિતી આપી હતી.આ પ્રસંગે સેરીટોઝ મેયર શ્રી નરેશ સોલંકીએ હાજરી આપી હતી.શ્રી જયેશ શાહે આભાર દર્શન કર્યું હતું

(1:47 pm IST)