Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

અમેરિકાના સમરસેટ ન્યૂજર્સીમાં શાકોત્સવ ઉજવાયો : ધૂન, ભજન, કીર્તનો, ગોપાળાનંદ સ્વામીના જન્મદિવસ તથા સારંગપુર હનુમાનજીની પ્રતિષ્ઠા સહિતના આયોજનોથી હરિભક્તો આનંદ વિભોર

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : જયશ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તથા વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી વડતાલ ધામ સમરસેટ ન્યુજર્સીના આંગણે ભવ્ય શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ શાકોત્સવમાં ભગવાનને સરસ શાક બનાવતા હોય તેવી રીતના બતાવવામાં આવ્યા હતા.મંદિરમાં ભગવાનના સ્વરૂપોના સાનિધ્યમાં શાકોત્સવનું તાદસ્ય કરવામાં આવ્યું હતું જે પ્રસંગે સરસ ધૂન ,ભજન ,કીર્તનો ,અને શાકોત્સવને લગતાં શાકોત્સવ લીલાના પદો ગાવામાં આવ્યા હતા.તેમજ શાસ્ત્રી સ્વામી રામદાસજીના આશીર્વાદથી શા.ગોપીનાથજી સ્વામીએ ભક્તોને શાકોત્સવની તથા ગોપાળાનંદ સ્વામીના જન્મદિવસ અને પરચાઓની કથા,ઉપરાંત સારંગપુરના હનુમાનજી મહારાજ ની પ્રતિષ્ઠાની કથા કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે ન્યૂજર્સીના નગરોમાંથી ઘણા બધા ભક્તો પધાર્યા હતા.અંદાજે 1 હજાર જેટલા ભક્તોએ ઉત્સવનો લાભ લીધો હતો.જેઓ પ્રસાદ ઘેર લઇ ગયા હતા.તેવું મંદિરની યાદી જણાવે છે.

(12:22 pm IST)