Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ઉત્તર પૂર્વીય દિલ્હીમાં પરિસ્થિતિ વણસી : સંચારબંધી લાગૂ કરાઇ

નાગરીકતા સંશોધન કાનૂનના વિરોધમાં શહેરના અનેક વિસ્તારોમાં હિંસાઃ અનેક વાહનો સળગાવાયાઃ દુકાનોમાં લૂંટફાટઃ ભારે પથ્થરમારો : રાતભર હિંસા ચાલુ રહીઃ અત્યાર સુધીમાં પોલીસ કર્મચારી સહિત ૫ ના મોત-૫૭ને ઈજાઃ આગજનીના ૪૫ બનાવો નોંધાયા

નવી દિલ્હી, તા. ૨૫ : પાટનગર દિલ્હીમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં જારી હિંસા વધુ વિકરાળ સ્વરુપમાં આવી ગઈ છે. આજે સતત ત્રીજા દિવસે પણ ઉત્તરપૂર્વીય દિલ્હીમાં વ્યાપક હિંસાનો દોર જારી રહ્યો છે. વ્યાપક હિંસામાં હજુ સુધી ૧૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. સીએએના વિરોધ અને સમર્થનમાં આમને સામને આવી ગયા છે. વ્યાપક હિંસા બાદ સ્થિતિ બેકાબૂ બનતા દિલ્હીના ચાંદબાગ, કરાવલનગર, મોજપુર અને જાફરાબાદમાં સંચારબંધી લાદી દેવામાં આવી છે. દિલ્હીમાં હિંસા જારી રહી છે અને ગોકુલપુરી અને વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી હતી. બાબરપુર રોડ પર વાહનોને આગ ચાંપવામાં આવી હતી. દિલ્હીમાં વિવિધ વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી ચુકી છે.

           ઉત્તરપૂર્વીય દિલ્હમાં વિવિધ વિસ્તારોમાં થયેલી હિંસામાં નવ લોકોના મોત થઇ ચુક્યા છે. નોર્થઇસ્ટ દિલ્હીમાં રવિવારના દિવસે રૂ થયેલી હિંસાનો દોર આજે પણ જારી રહ્યો હતો. ભજનપુરામાં આગની ઘટનાઓ બની હતી. સિલમપુરમાં ગોળીબારની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ અર્ધલશ્કરી દળના જવાનો પણ હવે તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં સ્થિતિ ખરાબ થયા બાદ સાવચેતીના તમામ પગલા લેવાયા હતા. ઉત્તરપૂર્વીય દિલ્હીના મોજપુર વિસ્તારમાં દેખાવકારોએ પથ્થરબાજી કરી હતી ત્યારબાદ ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું. જાફરાબાદ, મોજપુર, સિલમપુર, ચાંદબાગ, શાહીનબાગમાં હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં ઓછામાં ઓછા ૧૦ વિસ્તારોમાં હિંસા થઇ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કાનૂન અને  વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે કેજરીવાલે અપીલ કરી છે. દિલ્હી મેટ્રોએ જાફરાબાદ, મોજપુર, બાબરપુર, ગોકુલપુરી, જોહરી એન્કલેવ, શિવવિહાર સ્ટેશનોની એન્ટ્રી અને એક્ઝિટ ગેટોને બંધ કરી દીધા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં દિલ્હીમાં છે ત્યારે પ્રકારની હિંસાનો દોર જારી રહ્યો છે.

           જાફરાબાદ અને બાબરપુર વિસ્તારમાં સ્થિતી વિસ્ફોટક બનેલી છે. સવારમાં મૌજપુર અને બ્રહ્યપુરીમાં વ્યાપક હિંસાની રૂઆત થયા બાદ સ્થિતી વિસ્ફોટક બની ગઇ છે. તોફાની તત્વોએ પાંચ બાઇકોને આગ ચાંપી દીધી છે. ઘટનાસ્થળે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં લઇને પાંચ મેટ્રો સ્ટેશન જાફરાબાદ, મૌજપુર, બાબરપુર, ગોકુલપુરી, જૌહરી એનક્લેવ, અને શિવ વિહારમાં બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હોવા છતાં હાલત કફોડી બનેલી છે. કેટલાક વિસ્તારોમાં આજે સ્કુલ અને કોલેજને બંધ રાખવાની ફરજ પડી હતી. દિલ્હીમાં જારી હિંસાના કારણે સ્થિતી વણસી રહી છે. ઉત્તરપૂર્વીય દિલ્હીના વિસ્તારોમાં થયેલી હિંસાના મામલે તોફાની તત્વોની સામે ચાર કેસ દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે હિંસા એકાએક વધી ગઇ હતી. જેથી કેસ દાખલ કરવામાં આવ્યા નથી.સેંકડો લોકો હિંસાંમાં હજુ સુધી ઘાયલ થયા છે. દિલ્હીને ધ્યાનમાં લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં લઇને સીઆરપીએફની ૧૦ કંપનીઓએ તૈનાત કરવામાં આવી રહી છે.

       બે કંપનીઓ રેપિડ એક્શન ફોર્સની પણ ગોઠવી દેવામાં આવી છે. શનિવાર અને રવિવારના દિવસે હિંસા થયા બાદ સોમવારે સ્થિતી એકાએક વણસી ગઇ હતી. સીએએના વિરોધમાં અને સમર્થનમાં રહેલા લોકો આમને સામને આવી ગયા હતા. બંને તરફથી જોરદાર સામ સામે પથ્થરમારો થયો હતો. ગોળીબાર  પણ થયો હતો. સીએએ વિરોધી ટીમમાંથી નિકળેલા એક યુવાને સમર્થન ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. ગોળીબાર કરનાર લોકો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ પોલીસે કહ્યુ છે કે શાહરૂ ખાન નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે હિંસા જારી રહી છે. મૌજપુર, કબીરનગર અને જાફરાબાદમાં હિંસા જારી છે. મૌજપુરમાં તો સવારમાં પથ્થરમારાની ઘટનાઓ રૂ થઇ ગઇ હતી.

        કેટલાક વાહનોને પણ આગ ચાંપી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. દિલ્હીના કરાવલનગરમાં સવારમાં પથ્થરમારાની ઘટના બની હતી. બ્રહ્યપુરા વિસ્તારમાં બે જુથ વચ્ચે સામ સામે ગોળીબાર અને પથ્થરમારોની ઘટના બાદ રેપિડ એક્શન ફોર્સની તેનાતી કરવામાં આવી છે. કેટલાક લોકોએ કબીરનગર તરફ પથ્થરમારો કર્યો હતો. વ્યાપક હિંસાનો દોર જારી રહ્યો છે. ગોળીબારમાં રતનલાલ નામના હેડકોન્સ્ટેબલનું મોત થઇ ચુક્યુ છેહેડકોન્સ્ટેબલ રતનલાલ સહાયક પોલીસ કમિશનરની હેડક્વાર્ટર સાથે જોડાયેલા હતા. જાફરાબાદમાં પણ મોટી સંખ્યામાં હિંસા પર ઉતરેલા શખ્સો એકત્રિત થયા હતા. દેખાવકારોએ મોજપુરમાં બે મકાનને આગ ચાંપી દીધી હતી. જાફરાબાદમાં સ્થિતિ ખુબ વિસ્ફોટક બન્યા બાદ કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. દિલ્હીમાં ભારે હિંસાનો દોર આજે જારી રહ્યો હતો. પથ્થરબાજી ઉપરાંત પોલીસની સામે આઠ ગોળીઓ છોડવામાં આવી હતી.

(8:12 pm IST)