Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે CAA અને NRCને આપ્યુ સમર્થન: ભાજપ પ્રવક્તાનો મોટો દાવો

-ટ્રમ્પના સંબોધનને સંબિત પાત્રાએ CAA અને NPR ને લઈને ભારત તરફના વલણનું સમર્થન ગણાવ્યું

 

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના પ્રવાસ પર ભારત આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ભારતના વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. આ ભવ્ય સ્વાગત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધીત કર્યો હતો.

દેશમાં નાગરિકતા સંશોધના કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ટ્રમ્પે પોતાના સંબોધનમાં ભારતને સમર્થન આપ્યું હતું. તેવો ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કહ્યું કે, દરેક દેશની જવાબદારી છે કે, કોઈ પણ ઘુસણખોરને પોતાના દેશમાં આવવા ન દે. તે માટે સરહદોનું રક્ષણ અને નિયમો બનાવવા એ કોઈપણ દેશનો અધિકાર છે

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આ સંબોધનને CAA અને NPR ને લઈને ભારત તરફના વલણનું સમર્થન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાક લોકો દ્વારા વાતાવરણ ઉભું કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાત્રાએ ટ્રમ્પના આ નિવેદનને આ પ્રકારના પ્રયત્નોમાં સામેલ લોકોને જવાબ આપ્યો હોવાનું ગણાવ્યુ અને દાવો કર્યો છે કે, મેક્સિકોને લઈને જે રીતે અમેરિકિ પ્રમુખએ વલણ અપનાવ્યુ છે, તેથી નિશ્વિત રહો. કારણ કે, અમેરિકી રાષ્ટ્રપતિ CAA અને NPRને લઈને કંઈ પણ નથી બોલવાના.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પની મુલાકાત દરમિયાન CAA અને NPRનો મુદ્દો ઉભો થવાની ધારણા કરવામાં આવી હતી. સરકારે પણ સ્પષ્ટ કર્યું હતું કેસ જો ટ્રમ્પ આ મુદ્દાને ઉઠાવશે તો તેમને આ કાયદા વિશે જાણ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ CAAના મુદ્દાને ઉઠાવવા માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ટ્રમ્પે આ કાર્યક્રમમાં જે કહ્યું તેને ભાજપ પોતાનો ટેકો દર્શાવી રહી છે.

(12:26 am IST)