Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો કાર્યક્રમ સરકાર કાશ્‍મીરમાં કરાવેઃ બધાને ખ્‍યાલ આવે ત્‍યાં બધુ સામાન્‍ય છેઃ કર્ણાટકના પૂર્વ મુખ્‍યમંત્રી સિદ્ધા રમૈયાની સટાસટી

નવી દિલ્લીઃ કર્ણાટકના પૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધા રમૈયાએ કહ્યું છે કે ભાજપા અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો કાર્યક્રમ કાશ્‍મીરમાં પણ કરાવે જેનાથી બધાને ખ્‍યાલ આવે કે ત્‍યાં સ્‍થિતિ સામાન્‍ય છે. સિદ્ધા રમૈયાએ કહ્યું ભાજપા કહે છે કે કાશ્‍મીરમાં બધુ સામાન્‍ય છે અને ત્‍યાં કોઇ હિંસાની ઘટના નથી થઇ રહી આવું છે તો આ સમય કાશ્‍મીરમા ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો કાર્યક્રમ આયોજીત કરી સાબિત કરવાનો છે.

કેન્‍દ્રની મોદી સરકારએ વિતેલ વર્ષ ઓગષ્‍ટમા  અનુચ્‍છેદ ૩૭૦ હટાવી કાશ્‍મીરને વિશેષ રાજયનો દરજજો ખતમ કરી દીધો હતો. આ પછી ભાજપા અને કેન્‍દ્ર સરકાર સતત ત્‍યાંની  સ્‍થિતિ સામાન્‍ય હોવાની વાત કહી રહી છે જયારે વિપક્ષી આના પર સવાલ ઉઠાવતો રહ્યો છે.  કાશ્‍મીરમાં ઓગષ્‍ટથી સંચાર સાધનો પર પાબંદીયા છે. વધારે નેતા અટકાયતમાં છે આને લઇ વિપક્ષી સતત સરકાર પર સવાલ ઉઠાવે છે. વિપક્ષી નેતાઓનું કહેવુ છે કે જો બધુ ઠીક છે તો ત્‍યાં નેતાઓને મુકત કેમ કરવામાં નથી આવતા.

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સોમવારના બે દિવસની ભારત યાત્રા પર છે સાથે એમના પત્‍ની મેલાનિયા અને પુત્રી ઇંવાકા પણ ભારત આવ્‍યા છે તેઓ આગ્રા તાજમહલ જોવા પણ જશે.

(12:00 am IST)