Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

નિર્ભયા કેસઃ આગામી ર માર્ચના થશે ટ્રાયલ, ૩ માર્ચના આપવામાં આવશે ચારેયને ફાંસીઃ એક માર્ચ સાંજ સુધીમાં તિહાર જેલ પહોંચી જશે જલ્લાદ

            નિર્ભયા મામલામા દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જારી ડેથ વોરંટ મુજબ આગામી ૩ માર્ચના સવારે ૬ વાગે ચારેય દોષીઓને ફાંસી આપવામા આવશે. આ બાબત તિહાર જેલ પ્રશાસનએ એક દિવસ પહેલા એટલે કે ર માર્ચના રોજ ફાંસીની ફાઇનલ ટ્રાયલ કરવાનો નિર્ણય લીધો છે.  પણ આની પૃષ્‍ટિ હજુ સુધી આધિકારીક રીતે નથી મળી. માનવામા આવી રહ્યું છે કે એક માર્ચની સાંજે યુપીથી જલ્લાદ આવી જશે અને આગલા દિવસે ર માર્ચના ફાંસીની ટ્રાયલ થશે. મંગળવારના તિહાર જેલના અધિકારી એક વખત ફરી ફાંસી ઘરનુ નિરીક્ષણ કરશે જયારે દોષિઓના પરિજનોને પત્ર લખી અંતિમ મુલાકાત માટે પુછવામા આવશે.

તિહાર જેલ પ્રશાસનથી જોડાયેલા સૂત્રોને કહેવું છે કે ૩ માર્ચના ચારેય દોષિઓ( વિનયકુમાર શર્મા, પવનકુમાર ગુપ્‍ત, મુકેશસિંહ, અને અક્ષયકુમારસિંહ) ને ફાંસી આપવામાં આવશે. આ બાબત ઉતરપ્રદેશ સરકારએ સૂચિત કરી દીધુ છે કે જલ્લાદ પવન મેરઠથી એક માર્ચના સાંજના દિલ્લી પહોંચી જશે. જો કોઇ  કાનુની રીતે ફાંસી ટળી જશે તો યુપી સરકારને પહેલેથી જ જણાવી દેવામાં આવશે. આ પહેલા બે વખત ચારેયની ફાંસીની તારીખ બદલી ચુકી છે  જે રીે દોષી કાનુનનો  વિકલ્‍પનો ઉપયોગ કરી રહી છે એનાથી ઓછી જ આશા છે કે ૩ માર્ચના ફાંસી લાગી જશે.

(8:48 am IST)