Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સૈડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પોતાની કલાના માધ્યમથી શ્રીદેવીની આપી અનોખી શ્રદ્ધાંજલિ

ઓરિસ્સાના પુરીના કિનારે રેતી દ્વારા શ્રીદેવીની અદભુત તસ્વીર બનાવી લખ્યું ,,''અમને તમારી યાદ આવશે 'RIP શ્રીદેવી'

સૈડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રેતી પર પોતાની કલાના માધ્યમથી અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી છે આ કલાકારે ઓરિસ્સામાં પુરીના કિનારે રેતી દ્વારા શ્રીદેવીની અદભુત તસ્વીર બનાવી લખ્યું છે કે 'અમને તમારી યાદ આવશે રેસ્ટ ઈન પીસ RIP શ્રીદેવી...

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીદેવીનો પાર્થિવ દેહ આજે મોડીરાત્રે મુંબઈ આવશે તેના અંતિમ દર્શન માટે મુંબઈમાં તૈયારીઓ શરૂ થઇ છે દુબઈથી તેણીના પાર્થિવદેહ આવવાની રાહ જોવાઈ રહી છે.

 

(11:26 pm IST)