Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

શી જિનપિંગને 2022 બાદ પણ ચીનના રાષ્ટ્રપતિ બનાવવા હિલચાલ

બે ટર્મ સુધી જ કાર્યકાળના પ્રાવધાનને સમાપ્ત કરવા કવાયત :સોમવારે નેશનલ કોંગ્રેસની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી મળતા શી જિનપિંગ ફરી બની શકશે રાષ્ટ્રપતિ

ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ 2022 બાદ પણ ચીનના રાષ્ટ્રપતિ બની શકે છે ચીનની કમ્પ્યુનિસ્ટ પાર્ટીના નિયમ પ્રમાણે કોઈ ઉમેદવાર બે વખત જ રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર બની શકે છે. પરંતુ વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ લાંબા સમય સુધી ચીનની સત્તાના સૂત્રો પોતાના હાથમાં રાખવા ધારે છે
  બે ટર્મ માટે રાષ્ટ્રપતિ બનવાના પ્રસ્તાવને જ સમાપ્ત કરવાની હિલચાલ શરૂ થઈ છે.જેના માટે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની સેંટ્રલ કમિટીના બંધારણે રીતસરનો એક પ્રસ્તાવ રજુ કર્યો છે. જેમાં દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ માત્ર બે જ ટર્મ સુધી રહી શકવાના પ્રાવધાનમાં ફેરફાર કરવાનું જણાવાયુ છે
  ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો શી જિનપિંગનો 2022 બાદ પણ ચીનના રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ મોકળો બનશે.ગત વર્ષે જ કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની નેશનલ કોંગ્રેસ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને બીજો કાર્યકાળ આપવાની મંજૂરી આપી દેવાઈ હતી. શી જિનપિંગ કમ્યૂનિટ પાર્ટીના પ્રમુખ હોવાની સાથો સાથ દેશની મિલિટ્રીના પણ પ્રમુખ છે. 64 વર્ષિય શી જિનપિંગને પહેલીવાર 2013માં દેશના રાષ્ટ્રપતિ બનાવતાની સાથે જ પાર્ટીએ આ મુખ્ય જવાબદારીઓ સોંપી હતી.

     આવતી કાલે સોમવારે પાર્ટીની નેશનલ કોંગ્રેસની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. આ અગાઉ 2016માં કેમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાએ સત્તાવાર રીતે શી જિનપિંગને 'કોર લીડર'નું ટાઈટલ આપ્યું હતું. સમયમર્યાદા દૂર કરી દેશ પર શાસન કરનાવાના અધિકારો હાંસલ કરવા જઈ રહેલા શી જિનપિંગને આધુનિક ચીનના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક માનવામાં આવે છે.

(8:29 pm IST)