Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભવ્ય વિજય થશે : રિજ્જુ

મેઘાલયને પણ આશા છે : રિજ્જુ

નવીદિલ્હી, તા. ૨૫ : કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરેન રિજ્જુએ દાવો કર્યો છે કે, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, મેઘાલયમાં પણ ચોક્કસપણે ભાજપની સ્થિતિમાં સુધારો થનાર છે. જો કે, બે રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી લેશે. સમગ્ર ઉત્તર પૂર્વ માટે ચૂંટણીની સ્થિતિ ભાજપ માટે સારી દેખાઈ રહી છે. પત્રકારો સાથે વાતચીત કરતા કિરેન રિજ્જુએ કહ્યું હતું કે, આસામ, મણિપુર અને અરુણાચલમાં સરકાર બનાવી લીધા બાદ ત્રણ રાજ્યોમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ પાર્ટીનો દેખાવ જોરદાર રહેશે. શાનદાર દેખાવ માટે કારણ એ છે કે, લાંબા ગાળાની સમસ્યાઓ તરફ વર્તમાન સરકારો દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. ઉત્તર પૂર્વના લોકો અલગ પડી ગયા છે. ભાજપની સરકાર બન્યા બાદ આ લોકો સામાન્ય પ્રવાહમાં જોડાઈ શકશે. ત્રિપુરામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉંચુ મતદાન યોજાઈ ચુક્યું છે. બીજી બાજુ નાગાલેન્ડમાં ૨૭મી ફેબ્રુઆરીના દિવસે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ભાજપ અને એનડીપીપી ચૂંટણી પહેલાનું ગઠબંધન ધરાવે છે. મેઘાલયમાં પણ આ વખતે પાર્ટીની સ્થિતિ પહેલાની સરખામણીમાં સારી રહી છે.

(7:45 pm IST)