Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

શ્રીદેવીના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે : ચાહકો સ્તબ્ધ

બોલીવુડ અને દેશના તમામ લોકો સ્તબ્ધ થયા : એકાએક નિધનના સમાચાર પર વિશ્વાસ ન કરી શક્યા

મુંબઈ, તા. ૨૫ : શ્રીદેવીના અવસાનથી બોલીવુડમાં અને દેશમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રીદેવીના અવસાન અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. બીજી બાજુ બોલીવુડના તમામ કલાકારોએ આઘાત વ્યક્ત કરીને પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી છે. અમિતાભ બચ્ચનથી લઇને તમામ હસ્તીઓએ આઘાતની લાગણી વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો યથાવતરીતે જારી રહ્યો છે. પ્રિયંકા ચોપડાએ કહ્યું છે કે, તેની પાસે કોઇ શબ્દો નથી. શ્રીદેવીને પ્રેમ કરનાર દરેક વ્યક્તિ માટે આ એક ખુબ જ આઘાતજનક દિવસ છે. પરિવાર અને ચાહકોને આ દુખદ સમયે તાકાત મળે તેવી તે પ્રાર્થના કરે છે. પ્રિતી ઝિંટાએ પ્રતિક્રિયામાં કહ્યું છે કે, તે આ સમાચાર સાંભળીને દુખી અને સ્તબ્ધ થઇ ગઇ છે. તેની ફેવરિટ અભિનેત્રી રહી નથી તે સમાચારથી તે આઘાતમાં છે. આવી જ પ્રતિક્રિયા અન્યોએ પણ વ્યક્ત કરી છે. રિતેશ દેશમુખે કહ્યું  છે કે, આ ખુબ જ આઘાતજનક સમાચાર છે જેનાથી તે સ્તબ્ધ છે. કહેવા માટે કોઇ શબ્દો રહ્યા નથી. યુવા પેઢીમાં લોકપ્રિય જેકલિને કહ્યું છે કે, શ્રીદેવી બોલીવુડ ફિલ્મોની આઈકન અભિનેત્રી તરીકે હતી. તેમના અવસાનથી તમામ લોકો આઘાતમાં છે. અનુષ્કાશર્માએ પણ આઘાતમાં હોવાની પ્રતિક્રિયા આપી છે. સુસ્મિતા સેને કહ્યું છે કે, તે પોતે સ્તબ્ધ થઇ ગઇ છે અને એકાએક અવસાનથી તેનું નિધન થયું છે તે માની સકતી નથી. અમિતાભ બચ્ચને પણ આવી જ પ્રતિક્રિયા આપી છે.

(7:36 pm IST)