Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

બિહારમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી પર સિનિયર વિદ્યાર્થીનો બળાત્કાર

ધોરણના દસના વિદ્યાર્થીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવા ધમકી આપી :પિતા બાળકીને ગોદમાં ઊંચકીને હોસ્પિટલ પહોંચ્યા

બિહારના પટનામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સાથે બળાત્કાર થયાનો મામલો બહાર આવ્યો છે બાળકી સાથે તે સ્કુલમાં જ અભ્યાસ કરતા સિનિયર વિધાર્થી ઘ્વારા બળાત્કાર કરીને બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.હતી આ ઘટના પછી આરોપી વિરુદ્ધ પોલીસ ચોકીમાં કેસ નોંધાયો છે બાળકીનો પિતા જાતે તેને ગોદમાં ઉંચકીને હોસ્પિટલ પહોંચ્યો હતો  જ્યાં પીડિત બાળકી ને દાખલ કરવામાં આવી હતી
  આ અંગેની વિગત મુજબ પટનાના ભોજપુર જિલ્લામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સ્કુલથી ખેતરના રસ્તે પાછી આવી રહી હતી ત્યારે જ સ્કુલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતો વિધાર્થી તેની પાછળ આવ્યો હતો પરિવાર ઘ્વારા આરોપ છે કે તેને બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે. આવા નિર્દયી કૃત્યને અંજામ આપી તેને બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી લોહીથી ખરડાયેલી પીડિતા જેમ તેમ કરી પોતાના ઘરે પહોંચી અને પરિવારને તેની જાણકારી અપાતા બાળકીને તેવી જ હાલતમાં ગોદમાં ઉઠાડીને પોલીસચોકી લઇ જવામાં આવી હતી પીડિતા ના પિતા ઘ્વારા આરોપી વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો હતો પોલીસે બાળકીને મેડિકલ માટે હોસ્પિટલમાં દાખલ કરાવી જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી હતી.

 પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નાબાલિક બાળકીની માતાના નિવેદન પર તે સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. આરોપી વિધાર્થીને જલ્દી પકડી લેવામાં આવશે.

(6:51 pm IST)