Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મેઘાલય ચૂંટણીમાં દાયકાઓ પછી ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

પૂર્વોત્તર રાજ્યોમાં સ્કોટલેન્ડના નામથી મશહૂર મેઘાલયમાં નવી સરકાર રચવા માટે ૨૭ ફેબ્રુઆરીનાં રોજ મતદાન: જેમાં ૩૨ મહિલાઓ છે જેમાંથી ૧૦ મહિલાઓ કરોડપતિ છે

મેઘાલય :  પૂર્વોત્તર રાજ્યોમાં સ્કોટલેન્ડના નામથી મશહૂર મેઘાલયમાં નવી સરકાર રચવા માટે ૨૭ ફેબ્રુઆરીનાં રોજ મતદાન યોજાવાનું છે. અહીં ૩૭૨ ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. જેમાં ૩૨ મહિલાઓ છે જેમાંથી ૧૦ મહિલાઓ કરોડપતિ છે. રાજ્યમાં ખ્રિસ્તી મતદારોની સંખ્યા ૭૫ ટકા છે જેનાં પર તમામ ઉમેદવારોની હાર-જીતનો મદાર છે.

રાજ્યમાં આ વખતે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. કોંગ્રેસે સત્તા ટકાવી રાખવા માટે પડકાર ઉઠાવવાનો છે જ્યારે ભાજપ પૂરા જોરશોરથી રાજ્યમાં તેની સરકાર બનાવવા સક્રિય બન્યો છે. આશરે ૩૦ લાખની વસતી ધરાવતા આ ખ્રિસ્તી બહુમતી ધરાવતા મેઘાલયમાં ગારો, ખાસી અને જયંતિયા ભાષાઓ બોલવામાં આવે છે. જ્યારે સંપર્ક માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરાય છે.

કરોડપતિ અને ક્રિમિનલ કેસોનો ઔસામનો કરી રહેલા ઉમેદવારો

પાર્ટી કુલ ક્રિમિનલ સિરિયસ કરોડપતિ

ઉમેદવાર કેસ ક્રિમિનલ કેસ

ભાજપ ૪૭ ૦૪ ૦૪ ૨૦

કોંગ્રેસ ૬૦ ૦૧ ૦૧ ૩૫

એનપીપી ૫૨ ૦૩ ૦૨ ૩૪

યુડીપી ૩૫ ૦૪ ૦૧ ૧૯

એનસીપી ૨૧ ૦૩ ૦૩ ૦૬

આવું પણ થાય છે

એક રસપ્રદ કિસ્સામાં એક શખ્સ તેનું ફેસબુક એકાઉન્ટ ખોલી શકતો ન હતો આનું નામ હેપ્લ મી હતું તેથી તેને ફેસબુક ખોલવામાં તકલીફ પડતી હતી. ફેસબુક વારંવાર તેનું ખોટું નામ દર્શાવતું હતું. આ વ્યક્તિ જાણીતો સ્તંભકાર છે. એચ.એચ. મોહરમીન નામની વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના પિતાના નામ પરથી રાખવામાં આવ્યો તો બીજો અક્ષર એચ તેના નામ હેલ્પ મીનું સંક્ષિપ્ત રૂપ છે.

(9:21 pm IST)