Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

નાઇઝીરીયાના ઉત્તર-પુર્વમાં આવેલ સ્‍કુલમાં બોકો હરમ દ્વારા થયેલ હુમલા બાદ ૧૦૦ થી વધુ બાળકી ગાયબ : હુમલા પછી જંગલમાં ભાગેલ ઘણી બાળકીઓ રે પરત ન આવતા અપહરણની આશંકા

નાઇઝરીયા: અહીંના ઉત્તર-પૂર્વમાં આવેલ અેક સ્‍કુલ ઉપર આતંકવાદી સંગઠન હરમ દ્વારા હુમલો કરાયો હતો અને હુમલા પછી શાળાની ૧૦૦ થી વધુ બાળકીઓ ગાયબ જોવા મળી છે.

તેમનું પહેલુ પગલું તે છે કે તમામ ગુમ વિદ્યાર્થિનીઓની એક વ્યાપક યાદી તૈયાર કરવાની છે. જેમાં 105 નામો તૈયાર કરવામાં આવ્યા છે. ભારે વિસ્ફોટકો અને હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ગ્રામીણ વિસ્તાર સ્થિત એક બોર્ડિગ સ્કૂલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સહમી ગયેલી વિદ્યાર્થિનીઓ ત્યાંથી ભાગીને જંગલમાં છુપાઇ ગઇ હતી પરંતુ ઘણી વિદ્યાર્થિની પોતાના ઘરે પરત ફરી નથી. બાળકીઓનું અપહરણ કરવામાં આવ્‍યું હોવાની સંભાવના વ્‍યકત કરાઇ છે.

(1:56 am IST)
  • સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં રમાયેલી ટી -20 ક્રિકેટ સિરીઝના નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાએ 7 રનથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે ભારતીય ટીમે વન-ડે સીરીઝ (5-1)થી જીત્યા બાદ ટી-20 સિરિઝમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 2-1થી કરારી હાર આપી છે. access_time 10:46 am IST

  • અત્યારે બપોરના ૪.૪૦ આસપાસ રાજકોટ, મોરબી સહીત સૌરાષ્ટ્ર કચ્છના અનેક ગામોમાં અનુભવાયા ભૂકંપના ઝાટકા : ભચાઉથી ૨૩ કિ.મી. દુર નોંધાયું કેન્દ્રબિંદુ access_time 5:22 pm IST

  • લીજેન્ડેરી અભિનેત્રી શ્રીદેવીના ગતરાત્રે થયેલ અવસાન બાદ, આજે તેમના પાર્થિવ દેહની પ્રથમ તસ્વીર સામે આવી છે. જાણવા મળતા અનુસાર આ તસ્વીર તેમના શરીરને પોસ્ટમાર્ટમ માટે લઈ જવાયું હતું ત્યારની છે. access_time 5:14 pm IST